ગુમ થયેલા લક્ષ્મણને લગ્નનું દબાણ કરનાર યુવતી કોણ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લક્ષ્મણના મોટાભાઇ, કાકા અને જીજા આંધ્રપ્રદેશ પરત ફર્યા: મિત્રો ફેસબુકના સહારે શોધખોળ કરે છે
- લક્ષ્મણને ગુમ થયાને ૯ દિવસથી વધુનો સમય વિતી ગયો થતાં કોઇભાળ નહીં


ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરતાં માસ્ટર્સના વિદ્યાર્થી લક્ષ્મણને ગુમ થયાને ૯ દિવસથી વધુનો સમય વિતી ગયો થતાં તેની ભાળ મળી નથી. લક્ષ્મણે વિદ્યાર્થિ‌ની લગ્ન માટે દબાણ કરતી હોવાનું અને તેના માતા-પિતા પણ તેને ધમકાવતાં હોવાની વાત કરતાં ફેકલ્ટીમાં ભારે ચકચાર મચી છે. જોકે લક્ષ્મણ માટે દબાણ કરનાર વિદ્યાર્થિ‌ની કોણ ? તે ખરેખર છે કે કેમ ? તેની કોઇ પુષ્ટી કરે તેવી કોઇ કડીઓ ન મળતાં જ લક્ષ્મણના ગુમ થવા અંગેના અનેક તર્ક-વિતર્ક સર્જા‍યા છે.

યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ગ્રાફીક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો લક્ષ્મણ વેકેટેશ્વરરાવ કુનુકુ ગત ૧૦મીએ નવજીવન એકસપ્રેસ ટ્રેનમાં પોતાના વતન આંધ્રપ્રદેશ જવા નીકળ્યો હતો. જ્યાંથી અચાનક રહસ્યમય રીતે ગુમ થયો હતો. બીજીબાજુ લક્ષ્મણની ભાળ મેળવવા મોટાભાઇ નાગા વેકેટેશ્વરરાવ કુનુકુ, તેના કાકા દોડી આવ્યાં હતા. લક્ષ્મણનો કોઇ પત્તો નહીં લાગતાં આજે ભારે હતાશા સાથે લક્ષ્મણના મોટાભાઇ નાગા, તેના કાકા અને જીજા પોતાના મૂળ વતન પરત ફર્યા હતા.

બીજીબાજુ ફેકલ્ટીના તેના મિત્રો તથા ફેકલ્ટીના હેડ દ્વારા સોશ્યલ નેટવકીંગ વેબસાઇટ ફેસબુકનો સહારો લઇને લક્ષ્મણના ફોટાને અપલોડ કરીને તેની ભાળ આપવાની અપીલ કરાઇ છે.લક્ષ્મણ ગુમ થયો તે પહેલાં પોતાની માતા અને ભાઇને ફોન કરીને પોતાના ડિપ્રેશન માટે એક વિદ્યાર્થિ‌ની અને તેના માતા-પિતા જવાબદાર હોવાનું જણાવ્યું હોવાના મુદ્દે ચકચાર મચી છે.

૯મીએ લક્ષ્મણને કેમ્પસમાં રાતે ફોન પર વાત કરતો જોયો હતો

૯મીએ રાતે ૧૧ વાગે લક્ષ્મણ એમ.એ.હોલના કેમ્પસમાં ફોન પર વાત કરતો અને આટાંફેરા મારતો જોવા મળ્યો હતો. તે વખતે હોલના સિક્યુરિટીવાળાએ તેને કેમ આંટા મારે છે તેવું પૂછતાં તેણે બસ ૧૦ મિનિટમાં જ રૂમમાં જતો રહીશ તેમ કહીને થોડીવારે પોતાના રૂમમાં જતો રહ્યો હતો. - પ્રો. અકીલ અહેમદ,ઇન્ચાર્જ ડીન, ફાઇન આર્ટ્સ.

લક્ષ્મણ દબાણ હોવાનું કહ્યું હતું

લક્ષ્મણે મને જણાવ્યું હતું કે, ફેકલ્ટીની વિદ્યાર્થિ‌ની અને તેનાં માતા-પિતા લગ્ન માટે દબાણ કરી રહ્યા છે. તેના લીધે તે ડિપ્રેશનમાં છે.તેનું એટીએમ કાર્ડ ગાયબ છે. - નાગા વેંકટેશ્વરરાવ કુનુકુ, મોટાભાઇ.

દબાણની વાતમાં દમ નથી

લગ્ન માટે દબાણ કરવાની વાતમાં પણ કોઇ દમ નથી. લક્ષ્મણને તેલગુ સિવાય કોઇ જ ભાષા આવડતી નથી. પ્રેમ તો દૂર રહ્યો.. ફેસબુક પર ભાળ માટે અપીલ કરી છે. - પોષી પ્રસાદ, સેકન્ડ ઇયર, ગ્રાફિક આર્ટ્સ.