• Gujarati News
  • Lawyer Who Alleged Against Police Repression Activa Is Stolen

વડોદરામાં પોલીસ દમનનો આક્ષેપ કરનાર વકીલની એક્ટિવા ચોરીનું નીકળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વકીલોએ મૌનરેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા)
નશાની હાલતમાં પકડાતાં પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો
નવરાત્રિ દરમિયાન પિયાનો વાદકનું એક્ટિવા ચોરી થયું હતું
વડોદરા: પોલીસે નશાની હાલતમાં ઝડપેલા એડવોકેટ નિસર્ગ અમલાણી પાસે રહેલી એક્ટિવા ચોરીની હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર જાગી છે. નવાપુરા પોલીસ મથકે નવરાત્રિમાં પીયાનો વાદક યુવાને એક્ટિવા અને 20,000 ચોરાયા હોવાની નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે વકીલનો જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ચેકિંગમાં નશાની હાલતમાં ઝડપાયેલા નિર્સગનું એક્ટિવા ચોરીનું હોવાનું ખૂલતા વધુ એક વિવાદ છંછેડાયો છે.
વરાત્રિમાં દયાલ ભવનનાં ખાંચામાં ગરબા સ્થળે નવાપુરામાં રહેતો મેહુલ સોલંકી પિયાનો વગાડવા પોતાના ભાઇ જયેશની એક્ટિવા લઇને ગયો હતો. ગરબા પૂરા થતા એક્ટિવા નહિ મળતા તેણે 6 ઓકટોબરનાં રોજ 41,000 ની કિંમતની એક્ટિવા, ડેકીમાં રહેલા ~20,000, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડની ચોરી અંગે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે એક્ટિવા સાથે વાહન ચેકિંગમાં વકીલ નિર્સગ ઝડપાતા ક્રાઇમ બ્રાંચની તપાસમાં તે ચોરીની હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વકીલોએ મૌનરેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા
વકીલોએ મંગળવારે સતત બીજા દિવસે કોર્ટ કાર્યવાહીથી અળગા રહી એડવોકેટ નિસર્ગ અમલાણીને પોલીસે માર મારવાની ઘટનાનો વિરોધ નોંધાવી પીકેટીંગ, સૂત્રોચ્ચાર, મૌનરેલી તથા પ્રાર્થના સહિતનાં કાર્યક્રમો પાઠવ્યાં હતા. પ્રમુખ નલીન પટેલ, સેક્રેટરી નેહલ સુતરીયા અને સભ્ય હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, બુધવારે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે.
મારા મિત્રની એક્ટિવા લઇને આવ્યો હતો
હું મારા મિત્રની એક્ટિવા લઇને નીકળ્યો હતો ત્યારે ચેકિંગમાં રહેલા ક્રાઇમ બ્રાંચે મને અટકાવ્યો હતો. તે સમયે પણ મે જણાવ્યું હતું કે, આ એક્ટિવા મારા મિત્રની છે. > નિર્સગ અમલાણી, વકીલ
નિર્સગને લેવાદેવા નથી
વકીલ નિર્સગે જે તે સમયે જ કહ્યું હતું કે, એક્ટિવા મારા મિત્ર પાસેથી લાવ્યો છું. વકીલને એક્ટિવા અંગે કંઇ લેવાદેવા નથી. > નલીન પટેલ, પ્રમુખ, વકીલ મંડળ
ઓળખ-નામ કેમ છુપાવ્યું?
જે સમયે નિર્સગ ઝડપાયો ત્યારે સ્ટાફે તેને વારંવાર નામ પૂછવા છતા તેણે આખુ નામ કે પોતે વકીલ હોવાનો પણ ઉલ્લેખ કર્યો ન હતો. એક્ટિવા ચોરીની હોવાથી જ તે નામ અને ઓળખ છૂપાવી રહ્યો હશે. > જયદીપ બારોટ, પોસઇ, ડીસીબી.