• Gujarati News
  • Land Scam : Investigation Start Of Brijesh Family Asat

બ્રિજેશ ચૌહાણ અને તેના પરિવારની ૮૮ મિલકતો અંગેની તપાસ શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાયલીના જમીન પ્રકરણમાં ખેડૂતોનાં પુન: નિવેદન લેવાયાં
- જિલ્લા પોલીસે જમીનોના દસ્તાવેજ કબજે કર્યા


નિવૃત્ત પીઆઇ કાભઇ ચૌહાણના પુત્રો બ્રિજેશ અને જયવિજય સામે જમીન કૌભાંડની ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટરે ચૌહાણ પરિવારની ૮૮ મિલકતોની તપાસનો હુકમ કરતાં જિલ્લા પોલીસે જમીનોના દસ્તાવેજો કબજે કરવા સહિ‌ત ગામના સરપંચોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત બુધવારે ભાયલીની જમીનના વિવાદ સંદર્ભે રાયપુરાના ખેડૂતોના પુન: નિવેદન લીધાં હતા.

વડોદરા જિલ્લાના જાસપુર, ભાયલી અને સિંધરોટની જમીનોની ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડીના પગલે નિવૃત્ત પીઆઇ કિશોરસિંહ ઉર્ફે કાભઇ ચૌહાણના પુત્રો બ્રિજેશ અને જયવિજય સામે કલેક્ટરે પાસાનો હુકમ કરી તેમની ૮૮ મિલકતોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ભાયલીની સીમમાં બાનાખતના બહાને કરોડોની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લેતા બંને સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.

પોલીસે બંને જમીનોના દસ્તાવેજ કબજે લીધાં બાદ આજે રાયપુરના ખેડૂત ગણપત પઢિયાર સહિ‌ત ખેડૂત પરિવારના પ સભ્યોના નિવેદન લીધાં હતા. એક ખેડૂત ખાતેદારના અવસાનની તારીખમાં ફેરફાર જણાતાં આજે ફરીવાર પૂછતાછ કરવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસે જમીન સંદર્ભે ભાયલીની બેંકમાં થયેલી લેવડ-દેવડ અંગેના ઓરિજિનલ ચેક પણ કબજે લીધા છે. વધુમાં ૮૮ મિલકતોની તપાસની ગતિવિધિ પણ તેજ બની ગઇ હતી. તાલુકા પોલીસે આ મિલકતોના દસ્તાવેજની પણ ચકાસણી કરવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.