માંજલપુરની જમીનના વિવાદમાં બિલ્ડરના સુપરવાઇઝરનું અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીપુરા પાસે કાર ધીમી પડી જતાં સુપરવાઇઝર ભાગી છૂટયો
પાદરા પોલીસે અપહરણકારોનો પીછો કરતાં ભાગી છૂટયા હતા
માંજલપુરની જમીનના વિવાદમાં પાદરા ખાતે બાનાખત કરનાર શખ્સ સાથેની મિટીંગમાં પતાવટ કરવા માટે ઊંચા અવાજે બોલતા બિલ્ડર પિતા-પુત્ર ઊભા થઇ ગયા હતાં. બીજી તરફ નામચીન શખ્સે બિલ્ડરના સુપરવાઇઝરનું અપહરણ કરી હોટલમાં ગોંધી રાખ્યા બાદ વડોદરા તરફ લઇ જતા સમયે લક્ષ્મીપુરા નજીક કાર ધીમી પડતાં અપહ્યત ચાલુ કારમાંથી કૂદી ભાગી છૂટયો હતો. પાદરા પોલીસે અપહરણકારોનો પીછો કરતા ભાગી છૂટયા હતાં. પોલીસે સુપરવાઇઝરની ફરિયાદ લઇ અપહરણકારોની શોધખોળ શરૂ કરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રિય માહિ‌તી મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા બિલ્ડર નયન શાહ અને તેમના પિતા દિનેશભાઇ શાહની માંજલપુરની સીમમાં જમીન આવેલી છે. આ જમીન અંગે ચર્ચા કરવા માટે રમેશ લલ્લુ પટેલ અને નરેન્દ્રભાઇએ સોમવારે સવારે બિલ્ડરને ફોન કર્યો હતો. જમીનમાં રમેશભાઇનું બાનાખત થયેલ છે તેથી તમે મિટિંગ કરવા માટે પાદરાની ગીતાંજલી સ્કૂલ પાછળ બોલાવ્યા હતાં.
બિલ્ડર પિતા-પુત્ર મિટીંગ માટે પહોંચતા રમેશ લલ્લુ પટેલ, અનિલ છીતુ પટેલ, મહેન્દ્ર છગન, બિલ્ડરનો સુપરવાઇઝર સુભાષ મનુભાઇ પટેલ તેમજ એઝાઝ સિકંદર મલેક ભેગા થયા હતાં. બેઠકમાં એઝાઝ મલેકે રમેશભાઇનું પેમેન્ટ આપી દો કહી નયન શાહને ધમકી આપતા પિતા-પુત્ર ઊભા થઇ વડોદરા જવા નીકળી ગયા હતાં. બીજી તરફ દિનેશ શાહના સુપરવાઇઝર સુભાષ મનુભાઇ પટેલને એઝાઝ અને તેના સાગરિતો ઉઠાવી જઇ પાદરા-સાંગમા રોડ પરની હોટલ પેરેડાઈઝમાં લઇ ગયા હતાં.

બપોરે ૪: ૩૦ કલાકે એઝાઝે બિલ્ડર પર ફરીવાર ફોન કરી રમેશભાઇને સાંજે ૭ વાગ્યા સુધી રૂપિયા આપી જવાનું કહી તેના સુપરવાઇઝરને ગોંધી રાખ્યો હોવાની વાત કરી હતી. બિલ્ડર પિતા-પુત્રે ઘટના અંગે પાદરા પોલીસને જાણ કરતાં પીઆઇ એમ.કે. ગુર્જર સહિ‌તનો સ્ટાફ એકશનમાં આવી ગયો હતો. પીઆઇ ગુર્જર સ્ટાફ સાથે હોટલ પેરેડાઇઝ પર પહોંચતા તેમને દૂરથી જ જોઇને એઝાઝ અને તેના સાગરિતો સુભાષ પટેલનું વેગન આર કારમાં અપહરણ કરીને ભાગ્યા હતાં. વડોદરા તરફ જતા રોડ પર લક્ષ્મીપુરા ગામ પાસે રોડ પર રાહદારીઓની વધુ પડતી અવરજવરના કારણે કાર ધીમી પડતાં સુભાષ પટેલ ચાલુ કારમાંથી કૂદી પડયો હતો, જ્યારે પાદરા પોલીસ પણ પાછળ જ હોવાથી સુભાષને પોલીસે બચાવી લીધો હતો. જોકે, અપહરણકારો કાર લઇને ભાગી છૂટયા હતાં.

પોલીસ સુભાષ પટેલને પાદરા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતાં. સુપરવાઇઝર સુભાષ પટેલની ફરિયાદ લઇ પોલીસે અનિલ છીતુ પટેલ, રમેશ લલ્લુ પટેલ, મહેન્દ્ર છગન પટેલ, એઝાઝ સિકંદર મલેક અને અન્ય ૩ સાગરિતો સામે અપહરણનો ગુનો નોંધી તમામની ધરપકડની તજવીજ હાથ ધરી છે.પીઆઇ એમ.કે.ગુર્જરે જણાવ્યું હતું કે બિલ્ડરના સુપરવાઇઝરનું અપહરણ કરીભાગવા ગયા હતાં, પરંતુ અપહ્યત કારમાંથી કૂદી પડતા તેનો બચાવ થયો હતો. અમે અપહરણકારોની શોધખોળ કરી રહ્યા છીએ.

આગળ વાંચો એઝાઝનો પિતા જુગારના ધંધામાં પાવરધો....