વડોદરા: ૪ કરોડના ખર્ચે કમલાનગર તળાવને પર્યટન સ્થળ બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સિકલ બદલાશે ; પ્રાથમિક તબક્કાની કામગીરી ૧ વર્ષમાં પૂરી કરાશે
-તળાવની ફરતે બેન્ચીસ મૂકવા સાથે ખાણીપીણી બજારનું આયોજન


વડોદરા: આજવા તરફ જવાના માર્ગે આવેલા કમલાનગર તળાવની સિકલ એક વર્ષમાં બદલી નાખવાનુ બીડું સેવાસદને ઝડપ્યું છે. જેમાં ૪ કરોડના ખર્ચે તળાવ આસપાસ સુવિધા વધારી પર્યટન સ્થળ બનાવાશે.૨૪ કરોડના ખર્ચે સુરસાગર તળાવના બ્યિુટફિકેશનની સાથોસાથ મજબૂતીકરણની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સુરસાગર બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટથી આજવા તરફ જતા માર્ગ સ્થિત કમલાનગર તળાવ તરીકે જાણીતા તળાવની સુંદરતા પર તંત્રે ધ્યાન કેન્દ્રિ‌ત કર્યું છે. હાલમાં કમલાનગર પાસે આવેલ કમલાનગર તળાવની ફરતે શાકભાજી માર્કેટ ચાલે છે અને તેમાં બારે મહિ‌ના પાણીનો સંગ્રહ હોય છે.

કમલાનગર તળાવની ત્રણ બાજુ ખાનગી બિલ્ડિંગ આવેલી છે અને તેની એન્ટ્રી પાણીગેટ તરફ જતા માર્ગ પાસે રાખવામાં આવી છે. કમલાનગર તળાવની ફરતે બેન્ચીસ રાખવામાં આવનાર છે અને ત્યાં ખાણીપીણીની સવલત મળી રહે તે માટે ફૂડ કિઓસ્ક્સ પણ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૪ કરોડનો ખર્ચો પ્રાથમિક ધોરણે રખાયો છે અને આ કામગીરી એક વર્ષમાં પૂરી થઇ જાય તેવો અંદાજ છે.આ આયોજનથી લગભગ ચાર લાખની જનસંખ્યાને સીધો ફાયદો મળશે તો ૧૬ લાખની જનસંખ્યાને લાભ મળશે.

શું સુવિધા વિકસાવાશે?
પેડિસ્ટ્રિયન વોક વે સીટિંગ બેન્ચીસ ફૂડ કિઓસ્ક્
વોક વે પાર્કિંગ ટોઇલેટ
ગાર્ડન ચિલ્ડ્રન્સ પ્લે એરિયા
તળાવ તરફ પગથિયાં
પક્ષીઓ માટે તળાવમાં બે આઇલેન્ડ્સ


ડિઝાઇનને મંજૂરી અપાઇ
પૂર્વ વિસ્તારમાં રાત્રિબજાર બાંધવા કોન્ટ્રાકટ અપાયો છે તો કમલાનગર તળાવને પર્યટનની સ્થળ તરીકે વિકસાવવાની ડિઝાઇનને મંજૂર કરાઇ છે. પ્રાથમિક તબક્કે ૪ કરોડના ખર્ચે સિવિલ વર્ક સહિ‌તનું કામશરૂ કરાશે.
પી એમ પટેલ, ઇન્ચાર્જ સિટી એન્જિનિયર