ગોંધળી હત્યા કેસના આરોપી કલ્પેશ રાવળની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ગોંધળી હત્યા કેસના આરોપી કલ્પેશ રાવળની હત્યા
-ગુરુવારે સમી સાંજે કિશનવાડી નૂર્મના મકાનો પાસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા
-ગોંધળીની હત્યામાં કલ્પેશ રાવળ તાજેતરમાં જ જામીન પર છૂટયો હતો
-ઘટનાના પગલે સમગ્ર કિશનવાડી વિસ્તારમાં અજંપાભર્યો માહોલ
-કલ્પેશના ભાઇ અજયે ૧૩ જણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

ભાજપના કાર્યકર કિશોર ગોંધળીની હત્યામાં તાજેતરમાં જ જામીન પર છૂટેલા આરોપી કલ્પેશ રાવળની ગુરુવારે સમી સાંજે કિશનવાડી નૂર્મના મકાનો પાસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. કિશનવાડીમાં ગેંગવોરના પગલે સમગ્ર વિસ્તારમાં અજંપાભર્યો માહોલ થઇ ગયો હતો. કિશનાવાડી પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી હત્યારાઓને પકડવા માટે દોડધામ શરૂ કરી દીધી હતી.

શહેર વિધાનસભા વિસ્તારના ભાજપ યુવા મોરચાના તત્કાલિન કન્વીનર કિશોર ગોંધળી ગત ૬ ફેબ્રુઆરીએ આજવા રોડ વલ્લભ કોમ્પલેક્ષ ખાતે ભાજપ સંગઠનની બેઠકમાં હાજરી આપી બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે કિશનવાડી જંગલેશ્વર મહાદેવ તળાવ પાસે કારમાં સવાર શખ્સોએ તેને આંતરી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. માથાભારે કંકુ માછીએ જમીન પર કરેલા દબાણ અને તેમની વચ્ચેની વર્ચસ્વની લડાઇમાં કિશોર ગોંધળીની હત્યા કરાતા પોલીસે કંકુ માછી, તેના બે પુત્ર, ભગવાન ઉર્ફે ભીખન સુકલાલ પાટિલ, કનૈયા જ્યંતીલાલ રાજપૂત અને કલ્પેશ રમેશ રાવળની ધરપકડ કરી હતી.
ગત ૨૪મી ઓક્ટોબરે કલ્પેશ રાવળ (રહે. રામદેવનગર-૧, આજવા રોડ) જામીન પર છુટયો હતો.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...