તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી જોગર્સ કમાટીબાગમાં સાઇક્લિંગ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કમાટીબાગની નાની-નાની કેડીઓ પર આજથી સાઈકલનો 'ટ્રિન ટ્રિન’ રણકાર ગૂંજી ઉઠશે
-કમાટીબાગમાં જોગર્સ કસરતની સાથો-સાથ સાઇકલિંગનો પણ લ્હાવો માણશે
-આજે મેયરના હસ્તે સાઇકલ ટ્રેકનું ઉદ્ઘાટન: સાઈકલિંગ કરવા માટે મેમ્બર બનવું પડશે

૧૦ લાખ વાહનોની ભીડમાં શહેરીજનો માટે સાઇકલ એ માત્ર ભૂતકાળનાં સ્મરણો બની ગયું હતું અને માલેતુજારો માટે માત્ર કસરતનું સાધન બની રહ્યું હતું. ત્યારે ૪પ હેક્ટરમાં પથરાયેલા કમાટીબાગમાં કુદરતી નૈસર્ગિ‌ક વાતાવરણને માણવાનો અનેરો અવસર હવે સાઇકલ સવારીના માધ્યમથી માણવા મળશે. જોકે, અહીં સાઇકલ સવારીનો લ્હાવો માત્ર સાઇકલ કલબના મેમ્બર્સ જ માણી શકશે. કમાટીબાગમાં રોજ સવારે અને સાંજના સમયે વોકર્સ કસરત કરવા માટે આવે છે. કમાટીબાગમાંથી વર્ષોથી વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે અને તેની ઓળખ માત્ર બગીચા પૂરતી રાખવામાં આવી છે.

ભૂતકાળમાં કમાટીબાગમાં ટ્રાફિક પાર્ક હતો અને તેમાં બાળકોમાં ટ્રાફિક સેન્સની પ્રતીતિ થાય તે માટે શિક્ષણ આપવામાં આવતું હતું. આ સંજોગોમાં, સેવાસદન ભવ્ય ભૂતકાળને પુન: જીવિત કરીને વોકર્સ સહિ‌તનાં સહેલાણીઓ કમાટીબાગની સફર સાઇકલ ઉપર બેસીને કરે તેના માટે આયોજન હાથ ધરી રહ્યું છે. આમ, શહેરમાં એક સાઈકલિંગ કલ્ચર પણ ડેવલપ થશે.કમાટીબાગમાં સાઇકલની ખરીદી, સભ્યોનું રજિસ્ટ્રેશન, કાર્ડ બનાવવું, રોજબરોજની ફી ઉઘરાવવી, સાઇકલ ઇસ્યુ કરવી અને તેનું સંચાલન કરવા માટે સેવાસદન પાસે માનવ બળ નથી.

આ સંજોગોમાં તેનું સંપૂર્ણ સંચાલન જોય ટ્રેનનો ઇજારો ધરાવતી ખોડલ ર્કોપોરેશન પ્રા.લિએ મૌખિક સંમતિ આપતાં તેના માટે સ્થાયી સમિતિએ મંજૂરી પણ આપી છે. જેથી, હવેથી કોઇપણ જાતના નફાનુકસાન વગર સાઇકલ કલબનું સંચાલન કરવામાં આવનાર છે. ચાર જુદાં જુદાં સાઇકલ સ્ટેન્ડ બનાવીને ત્યાં ૪૦ સાઇકલ મૂકવામાં આવનાર છે અને તેને હાલમાં જોય ટ્રેનના પ્લેટફોર્મની પાછળ મૂકવામાં આવી છે. વાર્ષિ‌ક પ૦૦ મેમ્બરશિપ ધરાવતી સાઇકલ કલબના સભ્યો સવારે ૬ થી ૧૦ અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી સાઇકલ સવારી માણી શકશે અને તેનું ઉદ્ઘાટન આજે ગુરુવારે મહાશિવરાત્રિએ મેયરના હસ્તે કરવામાં આવનાર છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો