જવેલર્સ દંપતીની હત્યા: પત્નીને ૧ જ ઘામાં મગજ આવી ગયું બહાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કવાંટમાં જવેલર દંપતીની કરપીણ હત્યા કરાઇ
-પારસી ફળિયામાં દંપતીને ફરસી મારી મોતને ઘાટ ઉતાર્યા : પોલીસ મોડી આવતાં લોકોનો પથ્થમારો
-સનસનીખેજ ઘટનાના પગલે કવાંટ નગરમાં ભારેલાં અગ્નિ‌ જેવી પરિસ્થિતિ
-ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ સ્થિતિ કાબૂમાં લીધી
-ટોળાનો આક્રોશ જોઇ પોલીસની ૩ વાન ગામની બહાર નીકળી ગઇ
-હત્યાનું રહસ્ય અકબંધ : મૃતદેહોનું વડોદરામાં પેનલ પીએમ કરાયું

છોટાઉદેપુરના કવાંટના પારસી ફળિયામાં શનિવારે વહેલી સવારે જવેલર્સ દંપતીની લોહી નીતરતી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. દંપતી પર ફરસીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઇ હતી. જોકે, મહિ‌લાના દાગીના તેમજ ઘર અને દુકાનમાં જવેલરી યથાવત્ સ્થિતિમાં જ મળતાં લૂંટના ઇરાદે હત્યા નહિ‌ થયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. બીજી તરફ ડબલ મર્ડર બાદ પણ પોલીસ એક કલાક સુધી નહિ‌ ફરકતાં ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઇ હતી. ટોળાએ પોલીસની બાઇક અને સૂમોની તોડફોડ કરી આગચાંપી દેતાં તંગદિલી વ્યાપી ગઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસઆરપીની ટુકડીએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મોડી સાંજે સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ વર્તાઇ હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સ્થિત પારસી ફળિયામાં રહેતા પ૮ વર્ષીય ભરતભાઇ શાંતિલાલ શાહ જવેલર્સનો વ્યવસાય કરે છે. તેમનો પુત્ર કલ્પેશ હાલ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો છે. જ્યારે દીકરીના વડોદરામાં લગ્ન થઇ ગયા છે. તેઓ પત્ની દક્ષાબહેન (ઉ.વ. પ૪) સાથે રહી ઘરની બીજી તરફ જવેલરીની દુકાન ચલાવતા હતાં. શુક્રવારે રાત્રે દંપતી મહાપ્રભુજીના ઉત્સવ અને શોભાયાત્રામાં ગયા બાદ મોડી રાત્રે સૂઇ ગયા હતાં. વહેલી સવારે પ: ૧પ વાગ્યાના સુમારે તેમની દુકાનમાં કામ કરતો ગોવિંદ ઘરે ગયો હતો. જવેલર્સે ઘરની બહાર આવી ગોવિંદને કામકાજની વસ્તુ આપી ડભોઇ મોકલ્યો હતો.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...