જબ વી મેટ : દિપાલીએ હોટલમાં જમવાનું બનાવ્યું!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે જોડાવ છો ત્યારે તેની ખુશી-નાખુશીને પહેલા સમજો. કારણ કે જીવનમાં મૂળ જડ તો તે જ છે.’ નાની નાની ખુશીઓને ઓળખીને સમજીને આગળ વધવામાં માનતા એડવોકેટ અવધૂતભાઈ સુમંત સિટી ભાસ્કરને તેમના હેપ્પીલી મેરિડ લાઈફની વાત અને કિસ્સા કહ્યાં હતા.

પાદરા સાથે તેમનો એક યાદગાર કિસ્સો સંકળાયેલો આ કપલે શેર કયોઁ. એન્ગેજમેન્ટના દિવસે જ આ કપલ પાદરા સુધી સ્કૂટર પર આંટો મારવા ગયું હતું. વળતા જોરદાર વરસાદ પડ્યો, અને અંધારું પણ થયું હતું. દપિાલીના હાથમાં કીડો બેસતા તેમણે જોરથી હાથ ખંખેર્યો ત્યાં તેમની એન્ગેજમેન્ટ રિંગ નીચે પડી ગઈ. એક તો એન્ગેજમેન્ટના જ દિવસે રિંગ ખોવાઈ જવી, ને બીજી બાજુ વરસાદ ને અંધારું! તેમ છતાં તેમણે મળી જશે એવા આત્મવિશ્વાસથી રીંગની શોધ કરી. આખરે તે મળી. અવધૂતભાઈ કહે છે કે, દપિાલી તેના કમિટમેન્ટ પ્રત્યે ખૂબ જ દ્રઢ હોય છે. આવો જ એક બીજો કિસ્સો છે. મેં એકવર્ષ પ્રણ લીધા હતા કે તેના હાથ સિવાય બીજે ક્યાંય કે કોઈના હાથનું જમવાનું નહિ ખાઉં. એ સમય દરમિયાન અમે માથેરાન ફરવા ગયા હતા. તેણે હોટલના કીચનમાં જઈને મારા માટે જમવાનું બનાવ્યું હતું.’

જ્યારે આ બાબતે દપિાલી કહે છે કે, ‘અવધૂત લાઈફ પ્રત્યે એટલા પોઝિટીવ હોય છે કે, હું તેમને જો જોઈને સ્ટ્રેસ ભૂલી જઉં છું. આખા દિવસ થાકેલો હોય તો પણ મને સારું લગાડવા એક નાની વાત તો કરે જ છે. કેસના કામમાં માટે બહાર ગામ પણ જાય તો પણ રેગ્યુલર ફોન કરી આપણી સાથે હોવાનો અહેસાસ કરાવે છે. ને ગિફ્ટ તો યાદ કરીને પરિવારના દરેક સભ્ય માટે લાવે જ છે. ક્યારેક રહી જાય તો પણ કેડ્બરી પણ લઈને આવે છે.’

આવા એક પ્રસંગ વિશે અવધૂતભાઈ કહે છે કે, ‘હું બેંગલોરના કામ દરમિયાન સાડી શોપ નલ્લીમાં ગયો હતો. એ જ સમયે ત્યાં લતા મંગેશકર સાડી લેવા આવ્યા. તેમણે ડાયમંડ પાવડર છાંટેલી દસ લાખની સાડી ત્યાંથી ખરીદી. મેં દપિાલી માટે સાડી ખરીદી. આજે પણ તે એ લાલ કલરની સાડી સાચવીને પહેરે છે. તેની આ બાબત મને સ્પશેg છે.’
(એડવોકેટ અવધૂત સુમંત અને દપિાલી સુમંત સાથેની વાતચીતના આધારે)

એકબીજાની ગમતી બાબતોને એન્જોય કરવી

વ્યસ્તતામાં પણ આ કપલ નાની નાની બાબતોને એન્જોય કરે છે. તે માટે અવધૂત કહે છે કે, ‘આજે પણ અમે સ્કૂટર પર બેસીને પાદરા ભજીયાં ખાવા જઈએ છીએ. વિકેન્ડમાં સમય મળે તો આઉટસ્કર્ટ્સમાં શાંતિવાળી જગ્યાઓએ ફરવા જઈએ છીએ.’ આ ઉપરાંત રોજ મોનિંઁગ વોક કરવા જવાની જ. ત્યાર બાદ હીંચકા પર બેસીને ચા પીવી.