ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલનો મૂડ : 'શેલ વી ડાન્સ? ’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણે અનેકવાર સાંભળ્યું છે કે 'નૃત્ય સંગીત જેવી કોઇપણ કળાને નકશાની સીમાઓ નથી નડતી.’ આ વાક્યને સાબિત કરતો હોય તેવો અનોખો નૃત્ય મહોત્સવ મંગળવારની સાંજે પોલોક્લબ ખાતે યોજાયો હતો.
શહેરની નૃત્ય સંસ્થા શ્રીકલા કેન્દ્ર અને સ્પંદન સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા ઈન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલ - એકસપ્રેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ ફેસ્ટિવલમાં જુદા દેશોના ૧પ૦ જેટલા ફોક ડાન્સર્સે પોતાના લોક નૃત્યો રજૂ કર્યા હતા.
કેનેડા, ઈસ્ટોનીયા, ઉઝબેકીસ્તાનના નૃત્યોને દર્શકોએ માણ્યા. આપણા કલાકારોએ પણ શાસ્ત્રીય નૃત્ય આધારિત પ્રસ્તુતી અને ફોક ડાન્સિઝ રજૂ કર્યા તો સાસણગીર પાસે આવેલા ઝાંબુરના સીદીઓએ પોતાનો ધમાકેદાર સીદી ડાન્સ કર્યો હતો.
ફોક ડાન્સિઝ એ કોઇપણ સંસ્કૃતિની બહુ પરફેક્ટ ઓળખ હોય છે કારણકે લોકોનો મિજાજ આ સ્વાભાવિક નૃત્યોમાંથી જ સ્પષ્ટ રીતે પારખી શકાય છે.
તમામ તસ્વીરો: રણજીત સુર્વે