તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • In The Last 6 Months, 87 Cases Of Suspected Dengyu 8 Positive

શહેરમાં છેલ્લા 6 મહિ‌નામાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 87 કેસ પૈકી 8 પોઝિટિવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તમામ હોસ્પિટલો-લેબને ડેનગ્યૂ, ચિકનગુનિયાની માહિ‌તી મોકલી આપવા તાકીદ
- માહિ‌તી નહીં આપે તો જાહેર આરોગ્યના હિ‌તમાં કાર્યવાહીની ટકોર


શહેરમાં છ મહિ‌નામાં શંકાસ્પદ ડેન્ગ્યુના ૮૭ કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા હતા અને તેમાં આઠ કેસમાં ડેન્ગ્યુ પોઝિટવ મળ્યા હતા. શહેરમાં રોગચાળોનો વાવર છે ત્યારે જાહેર આરોગ્યના હિ‌તમાં વાહકજન્ય રોગચાળા નિયંત્રણલક્ષી કામગીરીના ભાગરૂપે હોસ્ટિપલ-લેબોરેટરીને દર્દીઓની માહિ‌તી મોકલવા સૂચના આપી છે.

સમા, ફતેગંજ, અટલાદરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો હતો અને મોટા ભાગના વિસ્તારમાં તાવ, મેલેરિયાનો વાવર ફેલાયેલો છે. સેવાસદનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે વાહકજન્ય રોગ નિયંત્રણ લક્ષી કામગીરીના ભાગરૂપે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા તાવના દર્દીઓના નામ, ઉંમર, સરનામુ, નિદાનની વિગત સહિ‌તની બાબતો આવરી લઇને આરોગ્ય વિભાગને મોકલી આપવાની સૂચના જારી કરી છે. ખાનગી લેબોરેટરીમાં પણ જો આ રોગોનુ નિદાન થાય તો તેની માહિ‌તી મોકલવા સૂચના આપી છે. તેમજ નિષ્કાળજી દાખવનારા સામે કાર્યવાહી કરવાની ટકોર કરી છે.

નોટિસમાં એક્ટનો ઉલ્લેખ

મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તાવના દર્દીના લોહીના નમૂના મેડિકલ કોલેજ ખાતે કન્ફર્મેશન માટે અપાશે તેવી સૂચના અપાઇછે. નોિટસમાં જીપીસીએમસી એક્ટનો ઉલ્લેખ કરાયો છે. આ એક્ટ મુજબ દર્દી‍ના મૃત્યુના કિસ્સામાં બેદરદારી દાખવનારાની હોસ્પિટલ-લેબોરેટરી સીલ કરી શકાય. - ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર