તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • In The Absence Of A Smart Card In RTO 10 Thousand Vahanacalako Atavayam

આરટીઓમાં સ્માર્ટકાર્ડના અભાવે 10 હજાર વાહનચાલકો અટવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉપલી કચેરીએથી આવતો જથ્થો અટકી જતાં આ સ્થિતિ સર્જા‍ઇ છે. જેને કારણે છેલ્લા એક માસમાં નવાં લાઇસન્સ કઢાવનાર અરજદારોને હજી સ્માર્ટકાર્ડ મળી શકયાં નથી.
- ઉપલી કચેરીએથી જથ્થો ન આવતાં સ્માર્ટકાર્ડ ઇશ્યુની કામગીરી ખોરંભે
- એક માસમાં સ્માર્ટકાર્ડ (લાઇસન્સ) કઢાવનાર વાહનચાલકોને હાલાકી

આરટીઓમાં એક માસથી સ્માર્ટકાર્ડ (લાઇસન્સ)નો જથ્થો ન હોવાથી અંદાજે ૧૦ હજાર જેટલાં વાહનચાલકો અટવાઇ ગયાં છે. ઉપલી કચેરીએથી આવતો જથ્થો અટકી જતાં આ સ્થિતિ સર્જા‍ઇ છે. જેને કારણે છેલ્લા એક માસમાં નવાં લાઇસન્સ કઢાવનાર અરજદારોને હજી સ્માર્ટકાર્ડ મળી શકયાં નથી.

આરટીઓમાં હવે પાકાં લાઇસન્સના સ્થાને સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. આ સ્માર્ટકાર્ડનો જથ્થો હેડ ઓફિસથી વડોદરા આરટીઓમાં આવે છે. જયાંથી તેનું વિતરણ સ્પીડ પોસ્ટ થકી અરજદારોને ઘેર બેઠાં કરવામાં આવે છે. જેમાં ઘણીવાર સરનામામાં ભૂલ હોવાથી કે અન્ય કારણોસર અરજદારોને પોસ્ટ થકી સમયસર સ્માર્ટકાર્ડ પહોંચતાં ન હોવાની બૂમો ઉઠતી રહે છે.

છેલ્લા એક માસથી વાહન વ્યવહારની ઉપલી કચેરીએથી આવતો સ્માર્ટકાર્ડનો જથ્થો ન આવતાં કામગીરી ખોરંભે પડી ગઇ છે. જેને લઇને તા. ૧ જૂથની નવાં લાઇસન્સ કઢાવનાર, રિન્યુ કરાવનાર અરજદારો હાલાકીમાં મૂકાઇ ગયા છે. એક માસ સુધી લાઇસન્સ વિના ફરવાને કારણે ઘણીવાર ટ્રાફિક પોલીસના હાથે પકડાય તો દંડ ભરવાની સ્થિતિ ઉભી થાય છે. બિનસત્તાવાર રીતે મળતી માહિ‌તી અનુસાર સ્માર્ટકાર્ડ સપ્લાય કરવાનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાકટ પૂરો થયો છે. હવે રિન્યુ થાય તો નવો જથ્થો આવે તેમ છે. જેના કારણે આરટીઓની રોજિંદી કામગીરી અટકી ગઇ છે. હાલમાં સ્માર્ટકાર્ડને લગતી કામગીરી ચાલુ જ છે પરંતુ તેને તૈયાર કરીને મોકલવાની કામગીરી ખોરંભે પડી ગઇ છે.

નવો જથ્થો આવ્યા બાદ આ તમામ વાહનચાલકોનાં સ્માર્ટકાર્ડ સ્પીડ પોસ્ટ થકી મોકલી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર વચ્ચે પાંચ હજાર જેટલાં સ્માર્ટકાર્ડ આવતાં તેને તૈયાર કરી દેવાયાં હતાં. જો કે હાલમાં જથ્થો ન હોવાથી મોકલાતાં નથી. વાહનવ્યવહાર કચેરીનાં સૂત્રોના જણાવ્યાનુસાર સ્માર્ટકાર્ડની ર્શોટેજ છે. વેકેશનમાં વિદ્ધાર્થીઓનો લાઇસન્સ કઢાવવા માટે ધસારો રહેતો હોય છે. જેને કારણે મે અને જૂન માસમાં કાર્ડનો ઉપાડ વધુ રહે છે. ટંૂક સમયમાં નવો જથ્થો આવતાં કામગીરી રાબેતા મુજબ થઇ જશે.