સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીનું બિમારીના કારણે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા ૭૦ વર્ષીય કેદીનું હાઈ બીપી અને શ્વાછોશ્વાસની તકલીફના કારણે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજયપં હતું.

બનાવની મળતી માહિતી એવી છે કે, વડોદરા મધ્યસ્થ જેલમાં મણીભાઈ જેઠાભાઈ (ઉ.વ. ૭૦) પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા હતા. દરમ્યાન છેલ્લાં કેટલાંય સમયથી તેમને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાછોશ્વાસની બિમારી શરૂ થઈ હતી. મંગળવારે સાંજના સમયે તેમનું બીપી ઊંચું જતા અને સાથોસાથ તેમને શ્વાસ લેવાની પણ મુશ્કેલી સર્જાતા તાત્કાલિક તેમને સેન્ટ્રલ જેલના રીફર મેમા સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.