• Gujarati News
  • I Will Good Sleep On The Grave Say Jignesh Christian At Vadodara Latest News

મને આ કબર પર જ સારી ઊંઘ આવે છે : જિજ્ઞેશ ક્રિશ્ચિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:હેરના શાસ્ત્રીબ્રિજના ગેંડાસર્કલના છેડે સેન્ટ જેમ્સ(વ્હાઇટ ચર્ચ)નું કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં 400થી વધુ કબરો છે. આ કબર પૈકીની એક 41 વર્ષના જિજ્ઞેશ ક્રિશ્ચયન માટે પર્મેનન્ટ ‘પલંગ’ જ છે. અા કબર પર તે છેલ્લાં 10 વર્ષથી રોજ રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી પથારી પાથરીને આરામથી સૂવે છે. સામાન્ય લોકોના મોડી રાત્રે જેની નજીકથી પણ જવામાં હાજા ગગડી જતા હોય છે તેવા કબ્રસ્તાનની એક કબર પર પથારી કરીને તેની આખો જન્મારો કાઢી નાંખવાની તૈયારી છે.
Paragraph Filter
- શાસ્ત્રી બ્રિજ પાસે આવેલ વ્હાઈટ ચર્ચના કબ્રસ્તાનની રખેવાળી કરતા જિજ્ઞેશ ક્રિશ્ચિયન એક અજાણી કબર પર દરરોજ રાત્રે આરામથી સૂઈ જાય છે.
જિજ્ઞેશ પોતાના સહજપણે સ્વીકારેલા નિયમ વિશે વાત કરતાં કહે છે કે, ‘હું કબ્રસ્તાનની રખેવાળીનું કામ કરું છું. એક રાત્રે આ કબર પર પથારી કરી ઊંઘ સારી આવી. ત્યારબાદ અા પર્મેનન્ટ રીતે મારો જાણે પલંગ જ બની ગઇ છે. કબ્રસ્તાનના કેરટેકર તરીકે તેની જાળવણી કરવાની મારી જવાબદારી છે. તેથી એન્ટ્રન્સ નજીકની આ કબર પર જ રાત્રે ‘લંબાવી’ દઉ છું. આ કબર પર મને ઊંઘ સારી આવે છે.’ ખુલ્લુ વાતાવરણ અને વૃક્ષો હોવાથી ઠંડક પણ સારી રહે છે.’

કોઇ વાર બીક નથી લાગતી? એવો સવાલ પૂછાતા જ જિજ્ઞેશ કહે છે કે, ‘આવો સવાલ ઘણા લોકો કરે છે. પણ મને કોઇ ડરામણો અનુભવ થયો નથી. હું ઘણો ધાર્મિક છું. ચર્ચમાં નિયમિત જાઉ છું અને ધાર્મિક વાંચન પણ કરું છું. માનવીનું મરી જવું એ લાંબી ઊંઘ જેવું છે તેવી મારી માન્યતા છે.’ લગભગ 200 વર્ષ કરતાં વધુ જૂના સેન્ટ જેમ્સ ચર્ચના આ કબ્રસ્તાનમાં જ રખેવાળ તરીકે તેના પિતા પણ કાર્યરત હતા. જેને કારણે આ કબ્રસ્તાન સાથે તેનો નાતો નાનપણથી જ બંધાયો હતો તેવું તેણે જણાવ્યું હતું.
આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ,આ કબર જ રાત્રે પર્મેનન્ટ પલંગ બને છે,લગ્ન પણ કબ્રસ્તાનમાં થયું..