કાલથી વૃ‌શ્ચિ‌ક રાશિમાં જનારા મંગળની અસરથી બચવા શું કરશો?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળ યુતિ સરકારો અને યુગલોનું સંવનન ખોરવશે

૨૮મી સપ્ટેમ્બરથી વૃ‌શ્ચિ‌કમાં સ્વગ્રહી થશેયુદ્ધખોર, બંડખોર અને અલગાવવાદી માનસિકતાને પ્રોત્સાહન મળશેદેશ અને દુનિયામાં ગૃહક્લેશ અને આંતરવિગ્રહને જોર મળશે


તા. ૨૮મી સપ્ટેમ્બરથી મંગળ વૃ‌શ્ચિ‌ક રાશિમાં જશે તેથી દેશ અને દુનિયામાં આક્રમતા ફેલાવવા ઉત્સુક લોકોનો પાવર વધશે. પૃથ્વીના પેટાળમાં હલચલ થશે અને આંતર વિગ્રહ, ગૃહક્લેશ કે અલગાવવાદી પરિબળોને પ્રોત્સહન મળશે. તો વળી બીજી તરફ આર્થિ‌ક-રાજકીય અસ્થિરતા સર્જા‍ઇ શકે છે.ભૂમિનો પુત્ર મંગળ હાલ તુલા રાશિમાં છે. જ્યાં શનિ અને મંગળની યુતિ છે જે વિષયોગ કરે છે. આ વિષયોગમાં વવાયેલા વેરઝેરના બીજને યુદ્ધ કે સંઘર્ષમાં ફેરવવાની તાકાત અને યોગ થાય તેવા ગ્રહયોગો મંગળના વૃ‌શ્ચિ‌ક રાશિ પ્રવેશથી થઇ રહ્યા છે. જાણીતા જ્યોતિષાચાર્ય કિરીટભાઇ જાનીએ જણાવ્યું હતું કે, તા. ૨૮મી સપ્ટેમ્બરે રાત્રે પોણા નવ વાગે મંગળ વૃ‌શ્ચિ‌ક રાશિમાં પ્રવેશશે. આ મંગળ સમાધાન નહિ‌ પણ યુદ્ધનો કારક એકલવીર હોવાથી નવપરણીત દંપતીઓ અને યુતિ સરકારો માટે રચાયેલું કામચલાઉ સંવનન જોખમમાં મૂકાશે તો વળી આગામી ચૂંટણીઓમાં પણ ઠેક ઠેકાણે ઘર્ષણ વધે તેવી શક્યતાઓ વધી જાય છે.દરેક રાશિ પર અસરમેષ : આઠમા ભાવે મંગળ શારીરિક સમસ્યાઓ, નુકસાની કરી શકે છે. વૃષભ : આંખોની સમસ્યા, નોકરી-ભાગીદારીમાં પ્રશ્નો થઇ શકે છે. મિથુન : કોર્ટ કચેરી કે હાર-જીતના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઇ શકે. કર્ક : સંતાનતેમજ અકારણ રોગ કે ચિંતા-બેચેની ઉદ્ભવી શકે છે. સિંહ : ચોથા ભાવે મંગળ આવતા નોકરી કે વેપારમાં બદલાવ. કન્યા : યશ, સફળતા, કીર્તિ‌ના યોગ રચાય છે. સફળતા મળે. તુલા : સંબંધોમાં વિખવાદ, આર્થિ‌ક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. વૃ‌શ્ચિ‌ક :ચિંતા, કૌટુંબિક વિખવાદ, શારીરિક સમસ્યાઓ સર્જા‍ઇ શકે. ધન :બારમે આવતા શારીરિક માનસિક ચિંતા બેચેની રહે. મકર : નોકરી, વેપાર ધંધામાં સફળતા કે પ્રમોશન મળી શકે છે. કુંભ :અવરોધો, વધુ પ્રયાસે ઓછી સફળતાના યોગ બને છે. મીન : શારીરિક કષ્ટ તેમજ આર્થિ‌ક નુકસાન થઇ શકે છે.અસરોથી બચવા શું કરશોમંગળવારે ઉપવાસ કરી મસૂરની દાળ -રોટલીનું ભોજન ઓમ ગં ગણપતયે નમ:, ઓમ ભોં ભોમાય નમ:ના જાપ કરવા હનુમાન ચાલીસા કરવી, હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું ગરીબોને ઘઉંના લોટ અને ગોળનું દાન કરવું.
Related Articles:

શુક્રવારથી મંગળ હચમચાવશે વિશ્વને, રાશિઓ પર શુભાશુભ અસરો