મહાવીર એપાર્ટમેન્ટના બેઘર રહીશોની લાચારી : કોઈ સહાય અને વ્યવસ્થા પણ નહીં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-બેઘર રહીશોને કોઇ સહાય નહીં
- સંસ્કારી નગરીનું નામ લજવતા સત્તાધીશો
- મહાવીર એપાર્ટમેન્ટના રહીશો માટે તંત્ર પાસે સરકારી શાળા સિવાય કોઇ વ્યવસ્થા નથી
- બેઘર બનેલાં રહીશો માટે માનવતાના ધોરણે તંત્ર કેમ સારી વ્યવસ્થા
કરતું નથી ?
- મહાવીર એપાર્ટમેન્ટને તોડવાની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે


કોઠી ચાર રસ્તા નજીક આવેલો મહાવીર એપાર્ટમેન્ટ જોખમી બન્યા બાદ તેને છેલ્લા આઠ દિવસથી તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તેના નોંધારા બનેલા રહીશો માટે તંત્ર પાસે સરકારી શાળા સિવાય કોઇ વ્યવસ્થા કરી શકતું નથી.

કોઠી વિસ્તારની અનુસ્તુ ટેકી પર આવેલા મહાવીર એપાર્ટમેન્ટના ૧૬ કુટુંબો આઠ આઠ દિવસથી છત્રવિહોણા થઇ ગયા છે ત્યારે તંત્ર મદદ માટે નિયમોની મર્યાદામાં જ ગૂંચવાઇ ગયું છે. આંખના પલકારામાં મકાન છોડીને બહાર આવી ગયેલા ૧૬ કુટુંબો માટે હાલમાં ઉપર આકાશ અને નીચે જમીન જ આશરો છે.

એપાર્ટમેન્ટને તોડી પાડવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે ત્યારે આ રહીશોને તંત્રે રાવપુરા સ્થિત સરકારી શાળાનું મકાન રહેવા માટે આપવાની તૈયારી બતાવીને જવાબદારી નિભાવી હોવાનો અહેસાસ કરાવ્યો હતો.જોકે, આ રહીશોએ ત્યાં જવાનો સાફ ઇન્કાર કર્યો હતો. આ સંજોગોમાં, તંત્રે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાવીને સંસ્કારી નગરીનું નામ લજવી રહ્યા છે તે હકીકત છે.

ચર્ચા કરી નિર્ણય લેવાશે

રહીશોમળવા આવવાનું છે અને ત્રણ ચાર વિકલ્પો ઉપર ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે. રહીશોને મદદરૂપ થાય તે રીતે જ નિર્ણય લેવાશે.

મેયર ડો.જયોતિ પંડયા


કવાર્ટસની માગ કરી

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧૦ લાખ ફાળવવાની અને રહીશોને ગવર્મેન્ટ કવાર્ટસમાં રાખવાની કલેકટરને રજૂઆત કરતા કાર્યવાહી ચાલી રહી છે.

રાજુ ત્રિવેદી, ધારાસભ્ય,રાવપુરા

નીતિ વિષયક બાબત

રહીશોને સહાય કરવી અને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી તેનો નિર્ણય એ નીતિ વિષયક બાબત છે અને તેના ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે.

ડો.વિજય શાહ, અધ્યક્ષ,સ્થાયી સમિતિ

રહેવાની વ્યવસ્થા સારી થવી જોઇએ

રહીશોને સહાય માત્ર રૂપિયાની જ નહીં પણ રહેવા માટે પણ થવી જોઇએ અને તેના માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને બિલ્ડર દોષિત હોય તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.

સુનિલ સોલંકી,કાઉન્સિલર

વળતર મળવું જ જોઇએ

સેવાસદને મહાવીર એપાર્ટમેન્ટના કિસ્સામાં વિજિલન્સને તપાસ સોંપવી જોઇએ અને બેઘર બનેલા રહીશોને ચોક્કસપણે તંત્રે વળતર આપવુ જોઇએ.

ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ),વિપક્ષી નેતા

આગળ વાંચો શું કહે છે ઘર અન દુકાન ગુમાવનાર લોકો