FB પર ભોળવાઇને ઘર છોડનાર શહેરની યુવતી પૂણેથી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસ્વીરો પ્રતિકાત્મક)
- FB પર ભોળવાઇને ઘર છોડનાર શહેરની યુવતી પૂણેથી મળી
- વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો : ક્રાઈમ બ્રાંચની સતર્કતાથી યુવતીને પરત લાવવામાં આવી

વડોદરા : મ.સ.યુનિ.માં અભ્યાસ કરતી શહેરની યુવતી સારિકા (નામ બદલ્યું છે) ફેસબુક પર મૂળ નવસારીની અને રાજકોટમાં અભ્યાસ કરતી પૂજા (નામ બદલ્યું છે) ના સંપર્કમાં આવી હતી. આ ગ્રૂપમાં મૂળ રાજકોટના બે યુવાનો પણ સામેલ હતા. આ બધાં ચેટિંગ કરી પરિવારની દખલથી નારાજગી વ્યક્ત કરતાં હતાં. આ વાતો (ચેટિંગ) ગંભીર બનતાં તમામે ઘર છોડી જવાનો નિર્ણય કર્યો. રાજકોટથી પૂજા અને તેનો બોયફ્રેન્ડ મયૂર (નામ બદલ્યું છે) વડોદરા આવ્યાં હતાં.
તેઓએ સ્ટેશનની એક હોટલમાં રોકાઈ બીજા દિવસે સવારે તમામ ઘર છોડી જતાં રહ્યાં હતાં. સવારે કોલેજ જવાનું કહી નીકળેલી સારિકા આખો દિવસ ઘરે પરત નહીં આવતાં તેના પિતાએ સયાજીગંજ પોલીસ મથકમાં પુત્રીના ગુમ થયાની ફરિયાદ આપી હતી. જોકે સયાજીગંજ પોલીસ પાસે કેટલીક સત્તા ન હોઇ તપાસ ધીમી ચાલી હતી. બાદમાં યુવતીના પરિવારજનોએ ક્રાઈમ ડીસીપીનો સંપર્ક કરતાં ક્રાઈમ બ્રાંચે તેમની દીકરી પહેલાં બેંગલોર અને ત્યાર બાદ પૂણે હોવાનું શોધી કાઢ્યું હતું.
જેથી યુવતીના પરિવારજનો બેંગલોર દોડી ગયા હતા. જોકે તે પૂણા જતી રહેતાં પરિવારજનોએ પૂણા જઈ ત્યાંથી યુવતીને પરત વડોદરા લાવ્યા હતા. પેરેન્ટ્સની સહજ કડકાઈને જીવનમાં દખલઅંદાજી ગણી ઘર છોડવા તૈયાર થયેલ ટીન એજર્સનો આ કિસ્સો ખરેખર સોશિયલ મીડિયા સામે લાલ બત્તી ધરનારો છે.
વાંચો આગળ, મોબાઇલ ટ્રેકિંગ સિસ્ટમ આશિર્વાદરૂપ બની, પોલીસને આયોજનબદ્ધ રેકેટ હોવાની આશંકા ......