હિટ એન્ડ રન કરનાર સર સયાજીરાવની ૫મી પેઢીએ વંશજ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યોગાનુયોગ : બાઇકચાલકને બચાવવા જતાં ઉદયસિંહરાવ ગાયકવાડની કારની અડફેટે ચાર ફંગોળાયાં હતાશહેરના જુનાપાદર રોડ પર બુધવારની રાતે રોડ પર બેઠેલા શ્રમિક પરિવારને પુરપાટઝડપે દોડતી પોતાની ઓપટ્રા કારને ટક્કરે હવામાં ફંગોળી દઈ બે બાળકો સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચાડવાના બનાવમાં ધરપકડ કરાયેલો કારચાલક યુવક સર સયાજીરાવ ગાયકવાડની સીધી પાંચમી પેઢીનો ફરજંદ હોવાની વિગતો સપાટી પર આવતાં આ કિસ્સો આજે દિવસભર ચર્ચાની એરણે રહ્યો હતો.શહેરના જુનાપાદરા રોડ પર દિવાળીપુરા પાસે વેકસીન ઈનસ્ટીટ્યુટની કમ્પાઉન્ડવોલને અડીને બનાવાયેલા કાચા ઝુંપડાઓ પાસે સામેથી આવેલાં બાઇકચાલકને બચાવવા જતાં ્ઓપટ્રા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચાર કચડાયા હતા.ત્યાં હાજર મૂકેશ પલાસની પત્ની ઉષા તેમજ અન્ય પરિવારજનો કમુબહેન તેમજ બે બાળકી પાયલ અને કાળીને કારની ટક્કર વાગતાં તેઓ હવામાં ફંગોળાયા હતા. આ પૈકીની બંને બાળકીઓ કારની નીચે ફસાઈ ગઈ હતી પરંતુ સદનસીબે કાર થાંભલા સાથે ભટકાઈને અટકાઈ જતાં બંને બાળકીઓ કારના વ્હીલ નીચે કચડાતાં બચી હતી. આ બનાવના પગલે ટોળુ ભેગુ થતાં કારચાલક ઉદયસિંહ આનંદરાવ ગાયકવાડ (વૈશાલી ફાર્મ,વાસણા-ભાયલીરોડ) કાર ત્યાં જ છોડીને પલાયન થયો હતો. પરિસ્થિતિ થાળે પડેલી જોતા નજીકમાં સોસાયટીમાં છુપાયેલા ઉદયસિંહ ઘટનાસ્થળે આવી જતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.જોકે સમગ્ર કિસ્સામાં ઉદયસિંહે તે વડોદરાના સરસયાજીરાવ ગાયકવાડના વશંજ હોવાની વાત સતત છુપાવી રાખી હતી. અકસ્માતના ગુનામાં ધરપકડ કરાયેલા ઉદયસિંહને ગઈ કાલે અદાલતમાં રજુ કરાતાં તેમનો જામીન પર છુટકારો થયો હતો.દિવ્ય ભાસ્કરની તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે મ.સ.યુનિ.ના ટીવાય બીએના વિદ્યાર્થી ઉદયસિંહ સર સયાજીરાવ ગાયકવાડની સીધી પાંચમી પેઢીના વશંજ છે. આ અંગે રાજવી પરિવારના યુવરાજ સમરજીત ગાયકવાડે પણ હીટ એન્ડ રન કેસમાં ધરપકડ કરાયેલા ઉદયસિંહ તેમના પરિવારના હોવાની વાતને સમર્થન આપ્યું હતું.૫મી પેઢીએ ગાયકવાડી સગપણ :સયાજીરાવ ગાયકવાડની પાંચમી પેઢીએ સગપણ થતું હોય તેવા ઉદયસિંહરાવ ગાયકવાડ કોલ્હાપુરમાં જન્મ્યા બાદ વડોદરામાં પ્રાથમિક શિક્ષણ મેળવી અત્રે જ સ્થાયી થયા છે.