રાજ્યની સૌથી વધુ ગરમી વડોદરામાં, લોકો ત્રાહિ‌મામ્

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા આજે ૪૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું. સૌ પ્રથમવાર ઉનાળાના પ્રારંભમાં શહેરનું તાપમાન આજે ૪૨ ડિગ્રીએ પહોંચતાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાઇ ગયાં હતાં. શુક્રવારે પણ ગરમી ૪૨ ડિગ્રી રહે તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

કાળઝાળ ગરમીમાં આજે શહેરનું તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચતાં લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બની ગયાં હતાં. આજે શહેરનું ગુરુત્તમ તાપમાન ૪૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨પ.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે પ૧ ટકા અને સાંજે ૧૯ ટકા નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ‌શ્ચિ‌મી પવનોની દિશાના કારણે સમગ્ર રાજ્યમાં હાલ ગરમ પવન ફૂંકાઇ રહ્યો છે અને તેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના શહેરનું તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સુધી પહોચ્યું છે. વડોદરામાં મંગળવારે ૪૧.પ, બુધવારે ૪૧.૪ ડિગ્રી અને આજે ગુરુવારે તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું છે. આજે પવનની ગતિ ૧૧ કિમી નોંધાતાં ગરમ પવનના કારણે લોકોએ લૂનો અનુભવ કર્યો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન વડોદરામાં નોંધાયું હતું.


રાજ્યમાં વધુ ગરમી વડોદરામાં

ઇડર ૪૧.૬
અમરેલી ૪૧.૩
ભૂજ ૪૧.૨
સુરેન્દ્રનગર ૪૧
ડીસા ૪૧
રાજકોટ ૪૦.૯
ભાવનગર ૪૦.૬
અમદાવાદ ૪૦.પ

આગામી દિવસોમાં તાપમાન ૪૪૦સુધી પહોંચી શકે

છેલ્લા ત્રણ દિવસથી તાપમાન વધી રહ્યું છે તેનું કારણ એ છે કે પવનની દિશા ઉત્તર પ‌શ્ચિ‌મી છે અને તેથી પાકિસ્તાનના રણ પ્રદેશના વિસ્તારોથી ગરમ પવન આવી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં હાલ લો પ્રેશર છવાયેલું છે જેથી પવનનું સકર્યુલેશન ગુજરાત તરફ છે. ગરમ પવન આવવાના કારણે ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્યનાં શહેરોમાં તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શકયતા છે. ૨૮ એપ્રિલ સુધી તાપમાન વધુ રહેશે
ડો.વ્યાસપાંડે, વૈજ્ઞાનિક, આણંદ કિૃષ યુનિ.