વડોદરાવાસીઓ છેતરાયા: મેંગોડોલીના નામે ખરીદ્યા 100 રૂ. કિલો ટામેટા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: મેંગોડોલીનાં નામથી વેચાતા હાઇબ્રિડ ટામેટા લારીમાં નજરે પડે છે)
વડોદરા: મેંગોડોલી નામનું અલાયદું નવું ફળ આવ્યું હોવાનું અને તેનો 100 રૂપિયે કીલો ભાવ છે તેમ કહીને સામાન્ય ટામેટાં કરતાં 10 ઘણું મોટું હાઇબ્રીડ ટામેટાંને વેચીને ફ્રૂટ વેચતાં ફેરીયાઓ શહેરીજનોની ઉઘાડી લૂંટ ચલાવતાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
દિવાળીનો તહેવારની ભારે ધૂમ ચાલી રહી છે. તો બીજીબાજુ ફ્રૂટ વેચતાં ફેરીયા-વેપારીઓ પૈકીના કેટલાક ફેરીયા દ્વારા હાઇબ્રીડ અને કૃત્રિમ રીતે કેમીકલ પ્રોસેસથી પકવેલા ટામેટાંને મેંગો ડોલી નામથી 100 રૂપીયે કીલો વેચીને શહેરીજનોને છેતરવામાં આવી રહ્યા છે. આજે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લારીઓ લઇને ફરતાં ફેરીયા-વેપારીઓ હાઇબ્રીડ ટામેટાંને અલાયદું ફળ કહીને વેચી રહ્યા છે. મેંગો ડોલી નામથી વેચતાં વેપારીઓને પણ ખબર નથી કે તે હાઇબ્રીડ ટામેટું છે.
કેમીકલ પ્રોસેસથી ટામેટાનું કદ 10 ઘણું વધાર્યું, વાંચવા તથા આ ટામેટાની વધુ તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.