હેમાલી હત્યા કેસને પોલીસ પ્રાયોરિટી આપે : પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોપી નહી ઝડપાય તો અન્ય ગુનેગારોને પણ પ્રત્સાહન મળશે

સમાના ચકચારી હેમાલી હત્યા કેસમાં બે વર્ષથી ફરાર આરોપી જયપ્રકાશ ઝડપાતો ન હોવાના કારણે પોલીસે બનાવને સૌથી વઘુ પ્રાયોરીટી આપીને આરોપીને ઝડપી પાડવો જોઇએ.વડોદરા શહેરના માજી સાંસદ જયાબહેન ઠક્કરે જણાવ્યું હતું કે, હેમાલીની હત્યા બાદ આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર છે ત્યારે પોલીસે આ બનાવના પ્રાયોરીટી આપીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તમામ તાકાત કામે લગાવવી જોઇએ. તેમણે વર્તમાન પોલીસ કમિશનર આ પ્રકારના ગુનાઓ બાબતે ખુબ જ ગંભીરતાથી કામ કરતા હોવાના કારણે હેમાલીના હત્યારાને પણ ઝડપી પાડશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સભ્ય સમાજમાં હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરનારા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને પિડીત પરિવારને ન્યાય મળે તે ખુબ જ જરૂરી છે અને ગુનેગાર સામેની કડક કાર્યવાહીથી જ અન્ય ગુનાઓ અટકાવી શકાશે.જો હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપી ન ઝડપાય તો અન્ય ગુનેગારોને ગુનાઓ આચરવાની પ્રેરણા મળી શકે છે એટલે આવા બનાવમાં પોલીસ વધુ ગંભીરતાથી કામ લે તે ખુબ જ જરૂરી છે. તેમણે આરોપીને ઝડપી પાડવા માટે સમગ્ર પોલીસ બેડાને કામે લગાવવો જોઇએ તેમ જણાવીને આ પ્રકારના ગુનાઓ આચરનારા શખ્સોને બક્ષવા ન જોઇએ તેમ જણાવ્યું હતું.

જયપ્રકાશ ઊર્ફે કિશન ખેમચંદ શર્મા
તમને માહિ‌તી મળે તો સંપર્ક કરો

કંટ્રોલ રૂમ : ૧૦૦
ફતેગંજ પોલીસ સ્ટેશન
૦૨૬પ-૨૭૭૧પ૦૦
ક્રાઈમ બ્રાંચ
૦૨૬પ-૨પ૧૩૬૩પ