વડોદરાની M S યુનિ.માં આરોગ્ય વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: એમ. એસ. યુનિવર્સીટીની કેન્ટીનમાં અખાદ્ય જથ્થાનો નાશ કરાયો)
- યુનિ.ની મેસમાંથી સડેલાં શાક, કેન્ટીનમાં ગંધાતો માવો મળ્યો
- એસપી હોલની મેસમાંથી ૪૦ કિલો શાક, ૨૦ કિલો મીઠાઇ, ચટણીનો નાશ
- આર્ટસની કેન્ટીનમાંથી સમોસાનો સાડા ત્રણ કિલો માવો ફેંકી દેવાયો
- સેવાસદનના ફૂડ ઇન્સ્પેકટરોનો એમ. એસ. યુનિ.માં સપાટો
વડોદરા: શહેરની હોટલ-રેસ્ટોરન્ટસમાં સપાટો બોલાવનાર સેવાસદનના ફુડ ઇન્સ્પેકટરોએ એમ. એસ. યુનિવર્સીટી કેમ્પસમાં તેમજ હોસ્ટેલ મેસમાં સપાટો બોલાવ્યો હતો. સેવાસદનના ફૂડ શાખાના સપાટામાં હોસ્ટેલની મેસમાંથી સડેલાં શાકભાજી, ગુલાબજાંબુની ચાસણીમાંથી મરેલી માખી, વાસી કોપરાપાક મળી આવતાં તંત્ર ચોંકી ઊઠયું હતું. મ્યુ. કમિશનર મનીષ ભારદ્વાજની સૂચનાથી ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડૉ. મૂકેશ વૈદ્યે વિવિધ વિસ્તારોના ફૂડ બિઝનેસ ઓપરેટરોને ત્યાં ચેકિંગ શરૂ કરાવ્યું છે.
તહેવારોની પહેલી ઇનિંગ્સ પૂરી થયા બાદ ફૂડ ઇન્સ્પેકટરોએ મંગળવારે પહેલી વખત મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટી કેમ્પસમાં પગપેસારો કર્યો હતો. ૩૬ હજાર છાત્રો યુનિ.માં અભ્યાસ કરે છે અને તે પૈકી મેઇન કેમ્પસમાં રોજનાં ૩૦ હજાર છાત્રો વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ માટે આવતાં હોય છે. જ્યારે, વિદ્યાર્થી‍ઓ માટે બાર બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ માટે ચાર ગર્લ્સ હોસ્ટેલ છે.
સેવાસદનના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેકટરોએ યુનિવર્સિ‌ટીનાં છાત્રોના આરોગ્ય સાથે ચેડાં થાય છે કે કેમ તેની તપાસ કરવા માટે મંગળવારે ત્રણ કેન્ટીન અને એક હોસ્ટેલ મેસમાં દરોડા પાડયા હતા. ફૂડ ઇન્સ્પેકટરોની ચાર જુદી જુદી ટીમોએ સાગમટે ચેકિંગ કર્યું હતું. જેમાં, ખાસ કરીને બોયઝ હોસ્ટેલના સરદાર પટેલ(એસપી) હોલની મેસમાં ફૂડ ઇન્સ્પેકટરોના ચિેકંગમાં સડેલાં શાકભાજી સહિ‌તનો વાસી ખોરાક મળી આવતાં તેઓ પણ અવાચક પામી ગયા હતા.
વાસ મારતી ચટણી તેમજ એકસપાઇયરી ડેટની સોસની નવ બોટલ મળી આવી, ૪૦ કિલો સડેલા શાકભાજી મળી, વાંચવા માટે ફોટો બદલતા જાવ.