• Gujarati News
  • Heavy Rain In Including The State's Proposed Marathavad

મરાઠાવાડ સહિત રાજ્યમાં હવે અતિવૃષ્ટિની વકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- મરાઠાવાડ સહિત રાજ્યમાં હવે અતિવૃષ્ટિની વકી


પુણે : રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય આ રાજ્યમાં તૈયાર થયેલાં ચક્રી વાદળોને લીધે ચોમાસુ સક્રિય થયું છે. ગુજરાતની ઉપર મોટા પ્રમાણમાં વાદળોનો ઢગ જમા થયો હોવાથી આગામી ત્રણ દવસોમાં ત્યાં અતિવૃષ્ટિની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પણ આ જ સ્થિતિની અસર થવાની હોવાથી કોંકણ, ખાનદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની શક્યતા છે.પુણે વેધશાળાનાં સૂત્રોના જણાવ્યા મુજબ નૈઋત્ય મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તર મહારાષ્ટ્રની નજીક ઓછા દબાણનું ક્ષેત્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સીમા પાસે સરક્યું છે. તેની તીવ્રતા પણ ઓછી થઈ છે.
આ સિવાય ગુજરાત અને લક્ષદ્વીપ સુધીના કિનારપટ્ટીની ઉપર તેમ જ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં ઓછા દબાણના ક્ષેત્રની તીવ્રતા વધીને તે હવે કેરળ સુધી પ્રસરી ગયું છે. આ હવામાનની સ્થિતિને લીધે રાજ્યમાં સર્વત્ર ચોમાસુ પ્રસરી ગયું હોય તેવાં ચહનો જોવા મળી રહ્યાં છે. ગયા ચોવીસ કલાકમાં કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે જોરદાર વરસાદ પડ્યો હતો. થાણે, રત્નાગરિ, રાયગઢ, સંધુદુર્ગ આ જિલ્લામાં અનેક ગામોમાં સો મલિમીટર કરતાં વધારે વરસાદ પડ્યો હતો.
મોખાડા, જવાહર, ચપલૂણ, સાવંતવાડી, લાંજા એવાં અનેક ઠેકાણે તો બસો મિલિમીટર કરતાં વધારે વરસાદ પડ્યો હતો. મધ્ય મહારાષ્ટ્રમાં ઈગતપુરી, એરંડોલ, મહાબળેશ્વર આ ગામોમાં દમદાર વરસાદ પડ્યો હતો.સત્તારામાં ભેખડ ધસી પડી.મુશળધાર વરસાદને કારણે પંચગની- વાઈ રસ્તાની ઉપર ભેખડ ધસી પડી હતી. તેને લીધે ટ્રાફિક ચાર કલાક સુધી ઠપ થઈ ગયો હતો. બાંધકામ વભાગની ટીમે પોકલેઈનની મદદથી આ કાટમાળને બાજુએ કર્યા પછી વાહનવ્યવહાર ચાલુ થયો હતો.

દેશમાં ચોમાસું લંબાયું
દર વર્ષે 1 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનમાંના બારમેર, બકાનેર આ વભાગમાંથી ચોમાસાનો પાછો ફરવાનો પ્રવાસ ચાલુ થાય છે. ગયા દસકામાં આ પ્રવાસ મોડેથી ચાલુ થતો હોવાનું ચત્ર છે. સાલ 2008માં ચોમાસાનો પ્રવાસ મોડેથી એટલે કે 29 સપ્ટેમ્બરમાં ચાલુ થયો હતો. ગયા વર્ષે 9 સપ્ટેમ્બરે ચોમાસુ પાછો ફરવાનો પ્રવાસ ચાલુ થયો હતો. આ વખતે 15 સપ્ટેમ્બર સુધી રાજસ્થાનમાંથી ચોમાસાનો પાછો ફરવાનો પ્રવાસ ચાલુ થાય તેવાં ચહ્નો ન હોવાનું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.