વડોદરા: પ.૮૦ કિલો વજન ધરાવતા અલમસ્ત બાળકનો જન્મ, લોકોમાં કુતૂહલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- જન્મેલું અલમસ્ત બાળક)

-નોર્મલ ડિલિવરી માટે માતા દસ કલાક ઝઝૂમી, આખરે સિઝેરિયન દ્વારા પ્રસૂતિ કરાવાઇ

વડોદરા: રાવપુરા ખાતેની હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે પ કિલો ૮૦ ગ્રામ વજન ધરાવતા બાળકનો જન્મ થયો હતો. જવલ્લે જોવા મળતા કિસ્સા પૈકીના આ કિસ્સામાં રાત્રે દસ કલાક સુધી તબીબ નોર્મલ ડિલિવરી માટેના પ્રયત્નો હાથ ધરાયા હતા. આખરે સિઝરિંગ ઓપરેશન કરાયું હતું. બાળકનું વજન માપતાં જ તબીબ પણ ચોંકી ઊઠયા હતા. ડાયાબિટીસની બીમારી ધરાવતી માતાનાં સંતાન જન્મ વખતે વધુ વજન ધરાવતાં હોય છે પરંતુ આ કેસમાં માતાને આ પ્રકારની કોઈ બીમારી ન હતી. છતાં બાળકનું વજન પ કિલો નોંધાતાં સહુ કોઈમાં કુતૂહલ સર્જા‍યું હતું.

પંડયા બ્રિજ પાસેના નાણાવટી મેન્સનમાં રહેતાં ૨૮ વર્ષીય કૈલાસબેન રાકેશભાઈ આંબલિયાના પતિ મુજમહુડા ખાતે આવેલી ખાનગી કંપનીમાં ટેકિનકલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેમનું આ પ્રથમ સંતાન છે. તેમને પ્રસૂતિની પીડા થતાં સારવાર માટે રાવપુરા ખાતે આવેલી કલ્પના ઉમા ડાયોગ્નોસ્ટિક નર્સિંગ હોમ (ઠાકોરભાઈની હોસ્પિટલ)માં ખસેડાયાં હતાં. સોમવારે રાત્રે તેમની પ્રસૂતિ દરમ્યાન ડો.મીરા વૈષ્ણવ, ડો. રાશિપ પટેલ સહિ‌તની તબીબી ટીમે તેમને નોર્મલ ડિલિવરી માટે દસ કલાક સુધી પ્રયાસો કર્યા હતા. આખરે સિઝેરિયન કરી બાળકનો જન્મ કરાવાયો હતો. તબીબે તેનું વજન કરતા પ કિલો ૮૦ ગ્રામ થયું હતું. તબીબે જણાવ્યું હતું કે હાલ માતા- પુત્ર બંનેની તબિયત સારી છે.
આગળ વાંચો બહેને છોટા ભીમ નામ આપી દીધું