• Gujarati News
  • Health Team Held Proceedings Against 22 Cases Of Diarrhea And Vomiting

પલાસવાડામાં ઝાડા-ઊલટીના 22 કેસ, આરોગ્યટીમે કરી ત્વરિત કાર્યવાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આરોગ્ય ટીમે ઘરે જઇને સારવાર આપી)
ત્વરિત કાર્યવાહી: પલાસવડા ગામમાં 6 આરોગ્યટીમોએ ઘરે ઘરે જઈ સારવારથી રોગચાળો કાબૂમાં
રહીશોને અપાતા પીવાનાં પાણીની લીકેજ પાઇપ લાઇનોનું સમારકામ કરાયું
ડભોઇ: ડભોઇતાલુકાના પલાસવાડા ગામે ઝાડા ઉલ્ટીના 22 કેસો નોંધાતાં આરોગ્ય વિભાગ સહિત તમામ તંત્ર એક્સનમાં આવી ગયાં છે. 22 કેસો પૈકી 3 ડભોઇ રેફરલમાંથી સારવાર બાદ નીકળી ગયા ત્યાં બીજા 4 કેસો પલાસવાડાથી બારોબાર વડોદરા રીફર થઇ ગયા છે. જોકે રોગચાળો કાબુમાં આવી ગયો છે. પરંતુ 16 ઝાડા અને 6 ઝાડા ઉલ્ટીનાં કેસો કેમ થયા તેનું સ્પષ્ટ કારણ મળતું નથી.ડભોઇ તાલુકાનાં પણસોલી ગામે લીકેઝીંગ પાર્બનાં કારણે ઝાડા-ઉલ્ટી અને 1 કોલેરાનો પોઝીટી કેસ મળી 100 ઉપરાંત કેસો નોંધાયા હતાં. ત્યારબાદ ડભોઇ નગરના મહુડીભાગોળ બહારનાં વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ દુર્ગધીત આવતું હોવાથી 61 કેસો ઝડા ઉલ્ટીનાં નોંધાયા હતાં.
હવે છેલ્લા બે દિવસથી તાલુકાનું પલાસવાડા ગામ ઝાડા ઉલ્ટીની સંકજામાં આવી ગયું છે. ત્યાં 16મી નવેમ્બરની મોડી સાંજે ઝાડા ઉલ્ટીનાં કેસોની શરૂઆત થયેથી ગામનાં વણકરવાસ અને શાંતીનગર વિસ્તારમાંથી પ્રથમ તબક્કે 6 ઝાડા-ઉલ્ટીના કેસો થવાથી પ્રથામીક આરોગ્ય કેન્દ્રમા઼ં નો઼ધાતાં તેમાંના 3 કેસો ડભોઇ રેફરલ હોસ્પિટલમા઼ં રીફર કરાતાં તે સારવાર હેઠળ હતાં. હજું તેઓ સ્વસ્થ થઇ ઘરે પહોંચી ગયો તે પહેલાં જ કેસો એક પછી એક શરૂ થઇ જતાં ગઇકાલની સાંજ સુધીમાં આ આંક 22 સુધીનો પહોંચી ગયો હતો. જેમા઼થી ઝાડા-ઉલ્ટીનાં માત્ર 6 કેસો અને ઝાડાનાં 16 કેસો બહાર આવ્યાં હતાં. પલાસવડા ગામમાંથી 4 કેસો બારોબાર વડોદરા સયાજી હોસ્પિટલમા઼ પણ રીફર કરવામાં આવ્યા હતાં.
તો બીજી બાજુ પ્રથમ 6 કેસ એક સાથે 16મી નવેમ્બરનાં રોજ નોંધાતાંની સાથે જ તાલુકા હેલ્થ ઓફીસર ડો.કે.આર સોની દ્વારા 6 ટુકડીઓ ગામનાં વિવિધ વિસ્તારોમાં મુકી દેવામા઼ આવી હતી. તદ્દ ઉપરાંત સ્થળ પર જ દર્દીને સારવાર મળે તે હેતુંથી તબીબોની ટીમ મુકીને સ્થળ પર જ સારવાર આપવાનું અભિયાન પણ ચલાવવામા઼ આવી રહ્યું હતું. ગામની પીવાનાં પાણીની ટાંકીની ચકાસણી કરી ક્લોરીનેશન કરવામાં આવ્યું હતું. તદ્દ ઉપરાંત ગામમાં રોગગ્રસ્ત વિસ્તાર તરફ જતી પીવાનાં પાણીની 6 જગ્યાઓએ સામાન્ય લીકેઝીંગ પાઇપ લાઇનો સમારકામ કરવા ગ્રામ પંચાયતને જણાવતાં સ્તવરે તેનું પણ સમારકામ થઇ ગયું અને હાલ પુરતુ પીવાનું પાણી પંચાયત દ્વારા બંધ કરાવી બહારથી ટેન્કર દ્વારા આપવાની સુચના આપવામાં આવી છે.જેની કાર્યવાહી પંચાયત શરૂ કરી દીધી છે.
આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...