ગુજજુભાઈની એકેડેમી ઓલિમ્પિક ગજવશે: અમેરિકન ટીમમાં ત્રણની પસંદગી

Gujjubhai Olympic Academy: three select in America
J.D.Chauhan

J.D.Chauhan

Jul 22, 2012, 02:11 AM IST

6_300_01રમત ગમતના ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે હવે વડોદરા હબ બની રહ્યું છે

વડોદરાના યુવકે કેલેફોર્નિયામાં દાયકા પૂર્વે ટેબલ ટેનિસ એકેડમી શરૂ કરી હતી

અમેરિકન ટીમ તરીકે પસંદગી થતાં ભારતનું ગૌરવ વધ્યું

અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટર ખાતે ભારતીય મૂળના યુવાનોને એક ટેબલ ગોઠવી ટેબલ ટેનિસ શીખવવાથી શરૂ કરીને ઓલિમ્પિક સુધી પહોંચેલા વડોદરાના ગુજજુભાઈએ ગામ ગજાવ્યું છે. ક્રિકેટ બાદ પ્રથમ વખત અન્ય કોઈ રમતમાં વડોદરાના યુવાનનો આંતરરાષ્ટ્રીય ફલક પર ડંકો વાગ્યો છે. મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા રાજુલ શેઠે તૈયાર કરેલાં ત્રણ ખેલાડી ઓલિમ્પકમાં ટેબલ ટેનિસની રમતમાં ભાગ લેવા જવાના છે.

એમેરિકા તરફથી લંડન ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેવા માટે રવાના થયેલી ત્રણ સભ્યોની ટીમ વડોદરાના યુવાનની કેલફિોર્નિયા સ્થિત એકેડેમીની છે. ૨૦ જુલાઈએ આ ટીમ લંડન જવા રવાના થઇ ત્યારે પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ખેલાડીઓને તેમનાં હસ્તાક્ષર કરેલી ટી શર્ટ મોકલાવી શુભેચ્છા પાઠવી હતી.ઉલ્લેખનિય છે કે, વડોદરાના ટેબલ ટેનિસ ખેલાડી રાજુલ શેઠ એક દાયકા પૂર્વે અમેરિકા ગયો હતો. જ્યાં તેણે કોલિફોર્નિયામાં ટેબલ ટેનિસ એકેડેમી શરૂ કરી હતી.

આ એકેડમીમાં તૈયાર થયેલાં ત્રણ પ્લેયરની ટીમ ઓલિમ્પિકમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે ૨૦ જુલાઈએ રવાના થયા હતાં. અમેરિકાથી વિશેષ માહિતી આપતાં રાજુલ શેઠે જણાવ્યું હતું કે ‘કેલિફોર્નિયા ખાતેની ટેબલ ટેનિસ એકેડેમી, આઇસીસી(ઇન્ડિયન કોમ્યુનિટિ સેન્ટર)ના ત્રણ તાલીમાર્થીઓ આજે લંડન ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસની રમતમાં ભાગ લેવા માટે અમેરિકા તરફથી રવાના થયા છે. અમેરિકન ઓલિમ્પિક કમિટિ દ્વારા ઇન્ડિયન કોમ્યુનિટિ સેન્ટરના ત્રણ ખેલાડીઓ લીલી ઝેન્ગ, તિમોથી વાન્ગ અને એરિયલસિંઘની ઓલિમ્પિકમાં ભાગ લેવા પસંદગી કરાઇ હતી.’

ટેબલ ટેનિસમાં પડોશી દેશ ચાઇનાનું વર્ચસ્વ ખતમ કરવાનો ભારતીય ખેલાડીઓને મળેલો મોકો

સ્પોર્ટ્સ એક્ટિવિટીમાંથી એકેડમી

રાજુલે અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે ઇન્ડિયન કોમ્યુનિટિ સેન્ટરની સ્થાપના કરી માત્ર એક ટેબલ વસાવીને તેનાં પર ભારતીય મૂળનાં છોકરાંઓને ટેબલ ટેનિસ શીખવવાની શરૂઆત કરી હતી. વર્ષોની સખત મહેનત બાદ તેણે આ સ્પોર્ટ્સ એક્ટિવિટિસને એકેડેમીનું સ્વરૂપ આપ્યું હતું.

યુએસમાં ગોલ્ડ મેડલો પર કબજો

અમેરિકમાં રાજુલ શેઠની એકેડમીના ખેલાડીઓએ અમેરિકાની ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ડંકો વગાડી દીધો હતો. ગત વર્ષે આ ખેલાડીઓ અમેરિકાની સૌથી મોટી ટુનૉમેન્ટની મોટાભાગના ગોલ્ડ મેડલો જીતી જતાં નલંડન ઓલિમ્પિક માટે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

કારકિર્દી વડોદરામાં જામી

અમેરિકામાં ટેબલ ટેનિસ એકેડમીના સ્થાપક રાજુલ શેઠ મૂળ વડોદરાના છે. તેમનાં પિતા વડોદરાની પોલિટેક્નિક કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ છે. તેઓ નેશનલ લેવલની સંખ્યાબદ્ધ ટુનૉમેન્ટ જીત્યા હતાં. રાજુલ શેઠ ગુજરાત ચેમ્પિયન પણ રહી ચૂક્યાં છે.X
Gujjubhai Olympic Academy: three select in America

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી