માર્ગમાંથી મળેલા મોબાઇલે બનાવ્યો આરોપી !

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયા ૨૨૦૦ની લૂંટમાં કસ્ટડીમાં મોકલવાના આદેશથી યુવકની કોર્ટમાં જ તબિયત લથડી દૂધવાળાએ આપેલો મોબાઇલ મહિલાએ તેના ભાઇ રાહુલ દરજીને આપતા પોલીસની પકડમાં આવી ગયો રસ્તા પરથી મળેલા મોબાઇલનો ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો પોલીસ ચોપડે ચઢ્યો છે. માર્ગમાંથી મળેલા મોબાઇલનો ઉપયોગ કરનાર યુવક સામે પોલીસે લૂંટનો ગુનો નોંધી ત્રણ દિવસના રિમાન્ડ લીધા હતાં. અલકાપુરી સાફલ્ય ફ્લેટમાં રહેતા વૈશાલીબહેન ભાવસાર ઓફિસર કોલોની પાસેથી ચાલતા જતા હતા ત્યારે બાઇક સવાર તેમનું પર્સ ઝૂંટવી ફરાર થઇ ગયો હતો.જેમાં રૂ.૨૦૦ તેમજ૨ હજારનો મોબાઇલ હોય પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલના આઇએમઇઆઇ નંબરના આધારે તપાસ કરતા કશિનવાડી ખોડિયાર ચોકમાં રહેતો રાહુલ દિલીપભાઇ દરજી ઉપયોગ કરતો હોવાનું જાણવા મળતાં પોલીસે યુવકની રૂ. ૨૨૦૦ ની લૂંટના ગુનામાં અટક કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. પૂછતાછમાં યુવકે મોબાઇલ તેની બહેન સંગીતાએ આપ્યો હોવાનું કહ્યું હતું જ્યારે સંગીતાએ આ મોબાઇલ દૂધવાળા સવાભાઇ રબારીને રસ્તામાંથી મળતાં તેમને આપ્યો હોવાનું કહ્યું હતું. વળી, રાહુલની માતાના જણાવ્યા અનુસાર વૈશાલીબહેને પણ પોલીસ સમક્ષ પર્સ તફડાવનાર શખ્સ આ નથી, મારે કોઇ કેસ કરવો નથી તેમ કહી દીધું હતું. સોમવારે યુવકના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરતાં જામીન અરજીની સુનાવણી કાલ પર મુલતવી રાખી જયુ.કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યોહતો. બીમાર યુવકને કોર્ટમાં જ ખેંચ આવતા તબીયત લથડી હતી. તેને સયાજીમાં ખસેડવાની સ્થિતિ આવતાં પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. પોલીસે મારા ભાઇને મહોરું બનાવ્યો મારા ઘરે દૂધ આપવા આવતાં સવાભાઇ રબારીને રસ્તામાંથી મોબાઇલ મળતાં તેમણે મને આપ્યો હતો. મેં આ મોબાઇલ મારા ભાઇ રાહુલને આપ્યો હતો. તેણે મોબાઇલ ઉપયોગમાં લેતાં પોલીસ પકડી ગઇ હતી. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તેના રિમાન્ડ પણ લીધા હતાં. જેમનો મોબાઇલ છે તે વૈશાલીબહેન પણ મારે કેસ કરવો નથી તેમ જણાવી રહ્યા છે તેમ છતાં પોલીસ કાંઇ નહિ સાંભળતી નથી. પોલીસે કેસ ઊભો કરવા મારા ભાઇને મ્હોરુ બનાવ્યું છે.-સંગીતાબહેન દરજી, આરોપીની બહેન કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરી રહયા છે અરૂણોદય સોસાયટીમાં પર્સની લૂંટમાં મોબાઇલના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાહુલ દરજીની અટકાયત કરી સયાજીગંજ પોલીસને સોંપ્યો હતો. આજે રિમાન્ડ પૂરા થતાં જયુડશિીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેથી ગભરાઇ ગયેલા આરોપીની તબિયત બગડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા છીએ. તેના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે પરંતુ અમે કોર્ટના આદેશ મુજબ કામ કરી રહ્યા છે.-આર.જે. પાંડોર, પીએસઆઇ સયાજીગંજ