• Gujarati News
  • Gorva Drainage Problem Phalavaya To 70 Million, Will Take 8 Months

ગોરવાની ડ્રેનેજની સમસ્યા માટે વધુ 70 લાખ ફાળવાયા, 8 માસ લાગશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેઇન રોડની માથાનો દુ:ખાવો બનેલી સમસ્યા આ વર્ષે નહીં ઉકલે
- માર્ચ-૨૦૧૪ સુધીમાં કામગીરી પૂરી કરવાની મુદત ઠરાવવામાં આવી


ગોરવા મેઇન રોડ ઉપર ડ્રેનેજની છેલ્લાં ચાર વર્ષથી સેવાસદન માટે માથાનો દુ:ખાવો બનેલી સમસ્યાના ઉકેલ માટે હજુ ૭૦ લાખના ખર્ચાને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે અને તેની કામગીરી માર્ચ-૨૦૧૪ સુધીમાં પૂરી કરવાની મહેતલ ઠરાવવામાં આવી છે.

ગોરવા મેઇન રોડ ઉપર ૧.૨૧ કરોડના ખર્ચે બાપુની દરગાહથી આઇટીઆઇ સુધી ૯૦૦ મિમીની ડ્રેનેજ નળિકા લંબાવવા માટે ફેબ્રુઆરી-૨૦૦૯માં ૪ માસમાં કામગીરી પૂરી કરવાનો ઇજારો સોંપાયો હતો. આ સ્થળે માટીનું ખોદાણ કરવામાં આવતાં જેટલું ખોદાણ થતું હતું તેના કરતાં વધુ માટી સાઇડના ભાગમાંથી ધસી આવતી હતી. બાકી કામગીરી મુખ્ય રસ્તે આશરે ૩૦ મીટરે ટ્રેન્ચલેસ પદ્ધતિથી અને જોડાણની કામગીરીમાં સર્વિ‌સલાઇન નડતર છે ત્યારે તેના માટે અણધાર્યો ખર્ચો છે અને ૪ મીટરની ઊંડાઇએ જ સબ સોઇલ વોટર સતત આવતું હોવાથી વધારાની કામગીરી પાછળ ૭૦ લાખના ખર્ચાનો અંદાજ ડ્રેનેજ પ્રોજેક્ટ મૂકીને તેને મંજૂરી આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયીમાં રજૂ કર ાઈ હતી. બે માસથી મુલતવી રહેલી આ દરખાસ્ત ઉપર પુન: ચર્ચા સ્થાયી સમિતિમાં કરવામાં આવી હતી અને તેમાં હાલમા ંચોમાસાની સીઝન ચાલી રહી હોવાથી દિવાળી પછી ચાર મહિ‌નાનો સમય ઉમેરીને માર્ચ-૨૦૧૪ સુધીમાં કામગીરી પૂરી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.