ગોપીનાથ કન્સ્ટ્રકશનનો કોન્ટ્રાકટ રદ કરવાના મુદ્દે યુનિ. સામે દાવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુનિ.માંથી ચોરાયેલા ચેકનું પ્રકરણ અદાલતમાં પહોંચ્યું
- બાકીનું કામ અન્ય કોન્ટ્રાક્ટર કે એજન્સી મારફત ના કરાવે તેવું ઠરાવી આપવાની અરજ


મ.સ.યુનિ.માંથી ચેકચોરી કરી તેને વટાવી લેવાના ચકચારભર્યા બનાવમાં ગોપીનાથ કન્સ્ટ્રકશન કંપનીએ તેની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ ના થાય તેમજ યુનિ. બાકી રહેલું બાંધકામ અન્ય કોન્ટ્રાકટર કે એજન્સી મારફત ના કરાવે તેવું ઠરાવી આપવા માટે અદાલતમાં દાવો કર્યો હતો.

કેસની વિગતો અનુસાર મ.સ.યુનિ.ની હેડઓફિસમાંથી ચોરી થયેલા ચેકોને વટાવી લઈ લાખો રૂપિયાની ઠગાઈ કરવાના બનાવમાં યુનિ.માં બિલ્ડિંગ બાંધકામનો કોન્ટ્રાક્ટ ધરાવતા ગોપીનાથ કન્સ્ટ્રકશન તેમજ યુનિ.ના કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પણ યુનિ.માંથી વધુ ચેકોની ચોરી કરી તેને વટાવી લીધાનો આક્ષેપ થતાં યુનિ. દ્વારા ગોપીનાથ કન્સ્ટ્રકશન કંપનીના બે કોન્ટ્રાક્ટ ટર્મિ‌નેટ કરવાનો તેમજ મટિરિયલ અને મશીનરી સાઈટ પરથી ન લઈ જવા માટેનો હુકમ કર્યો હતો.

યુનિ.ના આ હુકમો સામે ગોપીનાથ કન્સ્ટ્રકશન કંપની ભાગીદારી પેઢીના ભાગીદારો ઘનશ્યામ ઇન્દ્રવદન પંડયા અને ગોપીનાથ ઇન્દ્રવદન પંડયાએ અત્રેની અદાલતમાં મ.સ.યુનિ. સામે દાવો કર્યો હતો. દાવામાં તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ ટર્મિ‌નેટ કરવા તથા ભાગીદારી પેઢીના મટિરિયલ્સ અને મશીનરી સાઈટ પરથી ન લઈ જવા માટે જે હુકમ કરેલ છે તેનો યુનિ.ને કોઈ હક્ક નથી અને તે કાયદાથી વિરુદ્ધ છે. યુનિ. તેમનો કોન્ટ્રાક્ટ ટર્મિ‌ર્‍નેટ ના કરે તેમજ યુનિ. કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસેથી કે એજન્સી પાસેથી કામ ના કરાવે તેવું ઠરાવી આપવા દાદ માગી હતી.

કાનૂની અભિપ્રાય બાદ નોટિસનો જવાબ આપીશું

ગોપીનાથ કન્સ્ટ્રકશન કં.ના ભાગીદારો તરફથી યુનિ.સામે જે દાવો થયો છે તે સંદર્ભે કોર્ટ દ્વારા યુનિ.ને નોટિસ મળી છે. યુનિ. તરફે આ નોટિસ સ્વીકારી છે અને તેની અમારા વકીલો સાથે ચર્ચા કર્યા બાદ તેમજ તેઓનો કાનૂની અભિપ્રાય લીધા બાદ જરૂરી કાર્યવાહી કરીશું.

ડો.અમિત ધોળકિયા, રજિસ્ટ્રાર, મ.સ.યુનિ.

વીસી રાજીનામું આપે : શહેર કોંગ્રેસ પ્રમુખ

ચેક ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાકટરે ઉલટા ચોર કોટવાલ કો દંડે તેમ યુનિ. સામે કોર્ટ કાર્યવાહી કર્યા બાદ પણ વીસીનીઉંઘ ઉડતી નથી. આ ઘટના બાદ વીસીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઇએ તેમ સેનેટ સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું.

ચેક ચોરી પ્રકરણમાં માત્ર કોન્ટ્રાકટર જ નહીં યુનિ.ના એકાઉન્ટના અધિકારીઓની પણ સંડોવણી પણ શંકાના દાયરામાં છે તેમ જણાવતાં શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે ઉમેર્યું હતું કે, ચેકો બાબતોના નોંધણી રજીસ્ટરમ્થં વ્હાઇટ ઇન્કથી ચેકી નાંખવામાં આવેલ છે. આ લેઝર સાથે કોણે ચેડા કર્યા તેની પણ તપાસ થવી જોઇએ.