તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Global Peace Message To The Canvas With An Artistic Presentation

ગ્લોબલ પિસના મેસેજ સાથે કેનવાસ પર કલાત્મક પ્રસ્તુતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગ્લોબલ પિસ અને પર્યાવરણના મેસેજ સાથે કેનવાસ પર કલાત્મક પ્રસ્તુતિ
-એક્ઝિબિશનને ૨ નવેમ્બર સુધી સાંજે ૭ કલાક સુધી નિહાળી શકાશે
'આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યા અંશાતિ છે. ક્યાંકને ક્યાંક કોઈના કોઈ ખૂણે લોકો આવા અસામાજિક તત્ત્વોથી હેરાન છે. આ જ દિશામાં એક પહેલ કરવામાં એક કલાકાર તરીકે મેં વિવિધ ઈશ્યુઝ રજુ કર્યા છે અને તેના દ્વારા શાંતિની અપીલ કરી છે. આ સાથે જ દિન પ્રતિદિન વધી રહેલા કોન્ક્રીટના જંગલોના કારણે નષ્ટ થઈ રહેલી પ્રકૃતિને બચાવવા પણ મેસેજ આપ્યો છે.’ એવું આર્ટિ‌સ્ટ અજય શર્માએ કહ્યું, જેના ચિત્રોનું એક્ઝિબિશન ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના એક્ઝિબિશન હોલ ખાતે યોજાયું છે. આ એક્ઝિબિશનના માધ્યમથી તેમણે વિશ્વ શાંતિનો મેસેજ આપ્યો છે.
ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના એક્ઝિબિશન હોલ ખાતે આર્ટિ‌સ્ટ અજય શર્માના પેઈન્ટિંગ્સનું એકિઝબિશન 'હોમ એન્ડ ધી વર્લ્ડ’નો પ્રારંભ પ્રો. જ્યોતિ ભટ્ટના હસ્તે થયો હતો. ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના પુર્વ વિદ્યાર્થી અજય શર્માએ પોતાના એક્ઝિબિશનમાં ઓઈલ, મીક્સ મીડિયા અને વોટર કલર દ્વારા 'દેશ અને દુનિયામાં શાંતિ અને નેચરનું જતન કરવાની જરૂર છે અને હવે સમય આવી ગયો છે. તે માટે કંઈક કરવુ જોઈએ’ તેવો મેસેજ આપ્યો છે. દેશના બર્નિંગ ઈશ્યુઝ જેવા કે ગોધરા રાયોટ્સ, બાબરી મસ્જિદ ઉપરાંત અન્ય દેશોમાં વર્લ્ડટ્રેડ સેન્ટર એટેક જેવા મુદ્દાઓનું કેનવાસ પર નિરૂપણ કરી અને શાંતિની અપીલ કરતો કરગરી રહેલા સામાન્ય માણસનું અસરકારક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે.
પ્રદર્શનમાં ૪પ પેઈન્ટિંગ્સ મૂકાયા છે. આ પ્રદર્શન માત્ર શાંતિ જ નહીં પણ પ્રાણીઓના શિકાર તેમજ વૃક્ષાના કાપવાથી થતી અસરોને રજુ કરે છે. એક્ઝિબિશનને ૨ નવેમ્બર સુધી સાંજે ૭ કલાક સુધી નિહાળી શકાશે.