તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Girl Harassment In Vadodara, Police Take A Action After 1 Hour

વડોદરામાં યુવતીની છેડતી થઇ, ફરિયાદ લેવામાં પોલીસે કર્યા ધાંધિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છેડતીનો ભોગ બનેલી યુવતીને પોલીસે ફરિયાદ નોંધવા એક કલાક રઝળાવી
- વડોદરા દિલ્હીની સરખામણીમાં પાછળ નથી
- ફતેગંજ સર્કલ પાસે ઉભેલી યુવતીને હેરાન કરી કાર ચાલક ભાગી છૂટયો
- મોટા ઉપાડે શરૂ કરાયેલી હેલ્પલાઈન પર ૨૦ મિનિટ સુધી રિસ્પોન્સ ન મળ્યો


મહિ‌લાઓની સલામતીના મુદ્દે બદનામ થયેલા દિલ્હીની સરખામણીમાં વડોદરા જઇ રહ્યું હોય તેવો બનાવ મંગળવારે મોડીરાતે ફતેગંજ વડ સર્કલ પાસે બન્યો હતો. મંગળવારે મોડીરાતે ફતેગંજ વડ સર્કલ પાસે એક યુવતી ઊભી હતી. આ સમયે કાર લઇને આવેલા યુવકે યુવતી સાથે અભદ્ર ભાષામાં વાત કરી ગાડીમાં બેસી જવા કહ્યું હતું. જેથી યુવતીએ યુવક સામે લાલ આંખ કરતાં યુવક કાર લઇને રવાના થઇ ગયો હતો.

આ સમયે યુવતીએ કાર નંબર લખી મહિ‌લા હેલ્પલાઇન નં.૧૦૯૧ ઉપર ફોન કરી મદદ માંગી હતી. પરંતુ ૨૦ મિનિટ સુધી મદદ નહીં મળતાં યુવતીએ પોલીસ કંટ્રોલરૂમ નં.૧૦૦ ઉપર જાણ કર્યા બાદ પોલીસની ગાડી આવી પહોંચી હતી. સ્થળ પર આવેલી પોલીસ સમક્ષ યુવતીએ ફરિયાદ કરવાનું કહેતાં યુવતીને ફતેગંજ પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી. જ્યાં ગયા બાદ બનાવ સ્થળ ફતેગંજમાં નહીં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવતું હોવાથી યુવતીને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઇ જવાઇ હતી. જ્યાં પોલીસ ફરિયાદ લેવા માટે કોઇ હાજર નહોતું. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસે થોડી સમય રાહ જોવા કહેતાં યુવતીએ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેને પગલે ફરિયાદ લેવાના ચક્રો ગતિમાન કરાયા હતા.

આગળની તસવીરમાં વાંચો મોડી રાત્રે શું વિત્યું હતું યુવતી સાથે?