કાકાના કુકર્મનો ભોગ બનેલી સગીર ભત્રીજીને કસુવાવડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગર્ભનું પીએમ કરાવી ડીએનએ ટેસ્ટની તજવીજ

છોટાઉદેપુરનાં નાનકડા ગામમાં કાકાના કુકર્મથી ગર્ભવતી બનેલી ૧૧ વર્ષીય ભત્રીજીએ આજે આઠ માસના મૃત ગર્ભને જન્મ આપ્યો હતો. પોલીસે ગર્ભને પોસ્ટર્મોટમ અર્થે ખસેડી ડીએનએ ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરી છે.

છોટાઉદેપુરના નાનકડા ગામના રમેશ મહેરિયાએ પાંચ માસ પહેલા તેની પત્ની પિયરમાં જતાં ૧૧ વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મ કર્યુ હતું. થોડા સમય બાદ સગીરાને તાવ અને ચક્કર આવતા તેના પિતા સારવાર અર્થે દવાખાને લઇ જતાં પુત્રી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભાઇએ જ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

સગીરાને સયાજી હોસ્પિટલમાં ખસેડતા આજે આઠ મહિ‌નાના મૃત ગર્ભને જન્મ આપ્યો હતો. પીએસઆઇ ખાંટે જણાવ્યું હતું કે ગર્ભને પોસ્ટર્મોટમ માટે ખસેડી ડીએનએ ટેસ્ટની તજવીજ હાથ ધરી છે.