નારી સંરક્ષણ ગૃહમાંથી કિશોરી પુન: ફરાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે સવારે બે કિશોરી ભાગી છુટી હતી એક કિશોરી ન્યાયમંદિર વિસ્તારમાંથી મળી આવ્યા બાદ ગૃહમાં મોકલાઇ હતી શહેરના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની ઊંચી દીવાલ કૂદી રવિવારે વહેલી સવારે ભાગી છુટેલી બે કિશોરી પૈકી એક ન્યાયમંદિર વિસ્તારમાંથી મળી આવી હતી. તેને ગૃહમાં મોકલી અપાતા સોમવારે ફરી ભાગી છુટી હતી.નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં રખાયેલી મધ્યપ્રદેશની ૧૫ વર્ષીય આરતી લક્ષ્મણ યાદવ અને નવસારીની ૧૬ વર્ષીય પૂર્ણિમા ઠાકોર રવિવારે સવારે ૪ થી ૫ના અરસામાં ગૃહની પાછળના ભાગે આવેલી ઊંચી દીવાલ કૂદીને ભાગી છુટી હતી. બનાવની જાણ થતાં સત્તાવાળામાં દોડધામ મચી હતી. દરમિયાન આરતી નામની કિશોરી સાંજે ન્યાયમંદિર વિસ્તારમાંથી મળી આવતાં તેને નારી સંરક્ષણ ગૃહના હવાલે કરાઇ હતી. કિશોરીને રાતે સાડા નવના અરસામાં ગૃહમાં લઇ જવાયા બાદ રાતે ફરજ પરની આયા શોભનાબહેન સાથે તેને રખાઇ હતી. સોમવારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાના અરસામાં નસવાડી પોલીસ એક યુવતીને મૂકવા આવી હતી. જેને પગલે શોભનાબહેન આ યુવતીની કાર્યવાહીમાં જોતરાયાં હતાં. આ સમય દરમિયાન આરતી રૂમની બારીમાંથી નીકળીને ગૃહના પાછળના ભાગે જઇ અગાઉ ભાગી હતી તે દીવાલ પરથી કૂદીને ભાગી છુટી હતી. શોભનાબહેન રૂમમાં આવતાં આરતીને ન જોતાં સુપરિન્ટેન્ડેન્ટને જાણ કરી હતી.