તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘનશ્યામ સોલંકી પાસે યુનીવર્સીટીનાં 15,000નાં પુસ્તકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એડવોકેટ ભાવિન વ્યાસે યુનિ.ના વીસી પ્રો. યોગેશ સિંઘને સસ્પેન્ડેડ ઘનશ્યામ સોલંકી પાસેથી પુસ્તકો પરત લેવા અને દંડ વસૂલવાની માંગ કરી

એમ.એસ.યુનિવર્સિ‌ટીની લો ફેકલ્ટીના પૂર્વ ઇન્ચાર્જ ડીન અને વીસીની ખુરશી પર કુવેચ લગાડવાના પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા ડૉ. ઘનશ્યામ સોલંકીએ ઇન્ચાર્જ ડીન પદથી અત્યાર સુધીમાં ફેકલ્ટીની લાઇબ્રેરીમાંથી રૂપિયા ૧પ હજારના જુદા-જુદા ૨પ પુસ્તકો લઇને હજુ સુધી ફેકલ્ટીને પરત નહીં કરતાં નવો વિવાદ બહાર આવ્યો છે.

લો ફેકલ્ટીના પૂર્વ ઇન્ચાર્જ ડીન અને હાલમાં સસ્પેન્શન ભોગવી રહેલા અધ્યાપક ડૉ. ઘનશ્યામ સોલંકીનો વિવાદ પીછો છોડતો નથી. એક યા બીજા કારણોસર સતત વિવાદમાં રહેતા ઘનશ્યામ સોલંકીનો નવો વિવાદ બહાર આવ્યો છે. ડૉ.ઘનશ્યામ સોલંકીએ લો ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન પદ સંભાળ્યો ત્યારથી લઇને સસ્પેન્શન સુધી એટલે કે પાંચ મહિ‌ના પહેલાં ફેકલ્ટીમાંથી જુદા-જુદા સમયે કાયદા શાસ્ત્રની અલગ-અલગ ૨પ પુસ્તકો લો ફેકલ્ટીની લાયબ્રેરીમાંથી ઇસ્યુ કરીને લીધી હતી.

આ પુસ્તકોની કિંમત ૧પ હજારની આસપાસ થાય છે. છેલ્લા પાંચ મહિ‌નાથી સસ્પેન્શન ભોગવી રહેલા ડૉ. ઘનશ્યામ સોલંકીએ હજુ સુધી પુસ્તકો પરત નહીં કરતાં લો ફેકલ્ટી સહિ‌ત યુનિ.ના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે. આ મુદ્દાને લઇને આજે લો ફેકલ્ટીના પૂર્વ વિઝિટીંગ લેકચરર અને એડવોકેટ ભાવિન વ્યાસે યુનિ.ના વીસી પ્રો.યોગેશ સિંઘને ઇ-મેલ મોકલીને સમગ્ર પ્રકરણની જાણ કરવાની સાથે છેલ્લા પાંચ મહિ‌નાથી ડૉ. ઘનશ્યામ સોલંકી પાસે પડી રહેલાં પુસ્તકો પરત લેવાની અને દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.