ભગવદગીતા અને કુરાનમાં ઘણી સામ્યતા છે: ડૉ. તાહિરૂલ કાદરી

geeta and kuran have similarity
Bhaskar News

Bhaskar News

Feb 26, 2012, 02:44 AM IST
- કરજણમાં પાકિસ્તાનના ડૉ.કાદરીએ ધર્મસભા સંબોધી મૂળ પાકિસ્તાનના અને હાલ કેનેડા ખાતે રહેતાં અને મિન્હાજુલ કુરાન નામની સંસ્થાના વડા ડૉ. તાહિરૂલ કાદરી કરજણ આવ્યા હતા. ભારતમાં કરજણના જલારામ નગરમાં મિન્હાજુલ કુરાન નામની સંસ્થાનું વડુ મથક સ્થાપવા શિલાન્યાસ કરવાના ભાગરૂપે ડૉ.તાહિરૂલ કાદરીએ સ્ટેજ પર સૈયદ નાદીર અલીને ઇંટો અર્પણ કરી હતી. તેમણે આ પ્રસંગે ગીતા અને કુરાનમાં સામ્યતા હોવાનું જણાવ્યું હતુ. કાર્યક્રમમાં યુપી, એમપી સહિત ગુજરાતભરમાંથી જનમેદની ઉમટી પડી હતી. જ્યારે ગૃહમંત્રી પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કરજણની ધર્મસભામાં ડા¸ તાહિરૂલ કાદરીએ સ્ટેજ પર જ મિન્હાજુલ કુરાન નામની સંસ્થાના ઇન્ડીયાના પ્રમુખ સૈયદ નાદિર અલીને કરજણમાં હેડક્વાર્ટર સ્થાપવાની ઇમારત માટે ઇંટો અર્પણ કરી હતી. જ્યારે ડૉ. કાદરીએ ધર્મસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં કુરાન અને ભગવદ્ ગીતામાં સામ્યતા હોવાનું જણાવી ગુજરાતમાં આવીને આનંદનો અનુભવ થયો છે તેમ કહ્યું હતું. વધુમાં તેમણે તમામ ગુજરાતી ખુશહાલ તેમજ હળીમળીને રહે એવી દુઆ કરી હતી. અલ્લાહની ઓળખ આપતા ડૉ. કાદરીએ જણાવ્યું કે જેણે આપણને અલ્લાહની ઓળખ આપી છે, એવા મહંમદ પયગંબર સાહેબનું નામ અલ્લાહના નામ સાથે લેવાથી આપણે કરેલી દુઆ કબુલ થાય છે. જેમાં કરજણ ખાતે મિન્હાજુલ કુરાનની ઇન્ડીયાના હેડ ક્વાર્ટર ખાતે એજ્યુકેશન સંસ્થા હોસ્ટેલ તથા લાઇબ્રેરી બનાવવામાં આવશે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ મોકલેલ શુભેચ્છા સંદેશ વાચી સંભાળવ્યો હતો. જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારે ઝેડપ્લસ કક્ષાની સિક્યુરીટી આપવામાં આવી છે. તેમજ ડૉ.કાદરીએ ગુજરાતના સ્ટેટ મહેમાન તરીકેનો દરજજને આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો. સમાંતર કાર્યક્રમ યોજી કાળા વાવટા ફરકાવાયા કરજણ. મૂળ પાકિસ્તાની અને હાલમાં કેનેડામાં રહેતાં મિન્હાજુલ કુરાન નામની સંસ્થાના વડા કરજણ ખાતે ધર્મસભા સંબોધવા આવ્યા હતા. કરજણમાં જ ઇન્ડિયાનું મિન્હાજુલ કુરાન નામની સંસ્થાનું હેડક્વાર્ટર સ્થાપવાનો વિરોધ કરજણ નગરના મુસ્લિમોએ કરી આ કાર્યક્રમની સમાંતર જ બીજો કાર્યક્રમ જૂના બજાર સાબરી હાઇસ્કૂલમાં રાખ્યો હતો. જેમાં કરજણનાં ૭પ ટકા મુસ્લિમો તથા ભરૂચ, વડોદરા, સાંસરોદ, સાધલી, ઉતરાજ, દયાદરા, વલણ ટંકારિયા, તાંદલજા, ગોરવાથી મુસ્લિમ આલમો તેમજ મુફ્તીઓ તથા આગેવાનો ભેગા થયા હતા. તેમજ પાંચ હજારની જનમેદનીમાં મુસ્લિમોએ તાહિરૂલ કાદરીનો વિરોધ કરી કાળા વાવટા ફરકાવ્યા હતા. તેમજ કરજણ મામલતદારને આવેદન આપ્યું હતું.
X
geeta and kuran have similarity

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી