• Gujarati News
  • From 19 To Begin An Investigation Of Sexual Harassment Arts Faculty MSU

MSU આર્ટસ ફેકલ્ટીમાં જાતીય સતામણીની તપાસ 19મીથી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- MSU આર્ટસ ફેકલ્ટીમાં જાતીય સતામણીની તપાસ 19મીથી શરૂ
- સતામણીના મુદ્દે વુમન્સ ગ્રિવન્સ સેલની બેઠક મળી
- આજે ડૉ. યાદવ તથા અન્યને હાજર રહેવા માટે નોટિસ મોકલાશે
વડોદરા : એમ.એસ.યુનિવસિર્ટીની આર્ટ્સ ફેકલ્ટીની મહિલા અધ્યાપિકાની સતામણીના મુદ્દે સમગ્ર શૈક્ષણિક જગતમાં મચેલા ભારે હોબાળા વચ્ચે યુનિ.ના વુમન્સ ગ્રિવીયન્સ સેલ એન્ડ કાઉન્સેલીંગ સેલની તાકીદની મળેલી બેઠકમાં કમટિીએ 18મીએ સતામણીની ફરિયાદ કરનાર મહિલા અધ્યાપિકા સહિત હિન્દી વિભાગની અન્ય અધ્યાપિકા તથા સતામણીના આરોપી અને અધ્યાપક ડૉ. ઓ.પી.યાદવને નોટીસ પાઠવવાનો તેમજ 19મીથી મહિલા અધ્યાપિકા સહિત તમામ પક્ષને સુનાવણીમાં હાજર રહીને પોતાનો જવાબ આપવા માટે બોલાવ્યાં છે.
આર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા અધ્યાપિકાની સતામણીના મુદ્દે માત્ર આર્ટ્સ ફેકલ્ટી જ નહીં પરંતુ સમગ્ર યુનિ.ના શૈક્ષણિક જગતમાં ભારે હોબાળ મચી ગયો હતો. તો બીજીબાજુ યુનિ.ના વીસી પ્રો.યોગેશ સિંઘે મહિલા અધ્યાપિકાની ફરિયાદને વુમન્સ ગ્રિવીયન્સ અને કાઉન્સેલીંગ સેલને તપાસ સોંપી હતી. જેમાં આજે વુમન્સ ગ્રિવીયન્સ અને કાઉન્સેલીંગ સેલની મળેલી બેઠકમાં મહિલા અધ્યાપિકાએ કરેલી 15 પાનાંની ફરિયાદને વાંચ્યા બાદ તેની ચર્ચા કરી હતી.

ચર્ચા બાદ કમટિીએ 18મીએ મહિલા અધ્યાપિકા, હિન્દી વિભાગની ત્રણ મહિલા અધ્યાપિકા તેમજ સતામણીના આરોપી ડૉ. ઓ.પી.યાદવને નોટીસ પાઠવીને 19મીએ કમટિી સમક્ષ સુનાવણી હાજર રહેવા માટે આદેશ કરશે. 19મીએ કમટિી સૌ પ્રથમ તો સતામણીની ફરિયાદ કરનાર મહિલા અધ્યાપિકાની આપવીતી સાંભળવાની સાથે તેમનું સ્ટેટમેન્ટ રેકર્ડ કરશે. તે બાદ અન્ય મહિલા અધ્યાપિકાના પણ સતામણી અંગેના નિવેદન નોંધાશે.
ફરિયાદના સદંર્ભે 19મીથી તપાસ
આજે વુમન્સ ગ્રિવીયન્સ સેલની બેઠક મળી હતી. જેમાં તમામ પક્ષનો સાંભળવાનો અને તે સંદર્ભમાં નોટીસ પાઠવીને 19મી તપાસ હાથ ધરાશે. પ્રથમ દિવસે મહિલા અધ્યાપિકાની આપવીતી સાંભળીને તેમનું નિવેદન રેકર્ડ કરાશે.
- પ્રો. ઉમા ઐય્યર, ડાયરેકટર, વુમન્સ ગ્રિવીયન્સ અને કાઉન્સેલીંગ સેલ

યોગ્ય સમયે જવાબ આપીશ
સતામણીની ફરિયાદ કરનાર મહિલા અધ્યાપિકાને યોગ્ય સમયે જ હું જવાબ આપીશ. ફરિયાદ ખોટી રીતે ઉભી કરાઇ છે. તેમના આર્થિક કૌભાંડને ઢાકવા માટે જ મને ટારગેટ કર્યો છે. કમટિી બોલાવશે તો તેમને હું જવાબ આપીશ.
- ડૉ.ઓ.પી.યાદવ, ફેકલ્ટીના સ્ટુડન્ટ ડીન.