ફ્રેન્ચ મહિ‌લા ઋગ્વેદને સમજશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડો.સાંતલ પૌસેએ ઓરિએન્ટલ ફિલોલોજી વિષયમાં પીએચડી કરી હતી. તેઓ ભગવાન ઇન્દ્રના ઉલ્લેખવાળી સ્તુતિનું ફ્રેન્ચ ભાષામાં ભાષાંતર કરવાની ખેવના ધરાવે છે.

પચાસ વર્ષની ફ્રેન્ચ મહિ‌લા સાત સમુદ્ર પાર કરીને ભારત અભ્યાસાર્થે આવી

ઋગ્વેદ જેવો પેચીદો વિષય ડો. પૌસેને પીએચડી કરવા આકર્ષે છે


ઉંમરના પાંચ દાયકા વીતી ગયા છે પણ સંશોધન કરવાની ફ્રાન્સની મહિ‌લાની ખેવના સાત સમંદર દુર આવવાની પૂરી થઇ છે. ફ્રાન્સમાં ઓરિેન્ટલ ફિલોલોજી વિષય ઉપર બે દાયકા અગાઉ પીએચડી કરી ચૂકેલા ડો.સાંતલ પૌસે ઋગવેદમાં સંશોધન કરવા માટે વડોદરા આવ્યા છે.

કહે છે કે ઉંમર અને જ્ઞાનની તરસ બુઝાવવાને કોઇ બંધન હોતુ નથી અને તે ફ્રાન્સની મહિ‌લા સંસોધકે પૂરવાર કર્યુ છે.ફ્રાન્સના પેરિસ પાસેના સિટીના વતની ડો.સાંતલ પૌસેએ ઓરિએન્ટલ ફિલોલોજી(વેદિક સંસ્કૃત) ઉપર પીએચડી કર્યુ હતુ. યુરોપિયન ભાષાની જનની સંસ્કૃત હોવાનુ માનતા ડો.સાંતલને સંસ્કૃત વ્યાકરણમાં વધુ રસ છે અને તેથી તેમણે વેદોમાં પણ ખાસ કરીને ઋગ્વેદ ઉપર સંસોધન કરવાનો નિર્ણય કર્યો હતો.

ભૂતકાળમાં વડોદરાની મુલાકાતે આવી ચૂકેલા ડો.સાંતલે સંસ્કૃત મહાવિદ્યાલય, સંસ્કૃત વિભાગ અને ઓરિએન્ટલ ઇન્સ્ટીયુટનો ત્રિવેણી સંગમ એમ એસ યુનિવર્સિ‌ટીમાં હોવાથી વડોદરામાં આવીને તેમની સંસોધનની ભૂખ સંતોષવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને અમલમાં મૂકવા માટે ડો.સાંતલ વડોદરા આવી ચૂકયા છે અને સંસ્કૃત વિભાગ તેમજ ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટનો સંપર્ક કર્યો છે.

સંસ્કૃત ભાષાનુ પઠન કરવાની સાથોસાથ બોલવાની ક્ષમતા ધરાવતા ડો.સાંતને ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, વિશ્વની પ્રાચીન ભાષાઓમાં લેટિન, ગ્રીકની સાથોસાથ સંસ્કૃતનો પણ સમાવેશ થાય છે. યુરોપિયન ભાષાની જનની સંસ્કૃત છે અને પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ કરવાની તેમની ખેવના હતી. આ સંસોધન માત્ર ભારતમાં જ વધુ સારી રીતે થઇ શકે તેમ હોવાથી તેઓ વડોદરા આવ્યા છે.તેમણે આગામી દિવસોમાં ભગવાન ઇન્દ્રની સ્તુતિઓનુ ફ્રેન્ચ ભાષામાં ભાષાંતર કરવાની મહેચ્છા વ્યકત કરીને તેને એક પડકારરૂપ કાર્ય ગણાવ્યું હતું.