વડોદરા: પૌરાણિક કાળથી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સૌથી જૂની માનવામાં આવી રહી છે અને તેમાં પણ તેની શાસ્ત્રોક્ત અને વેદોક્ત વાતો પર લખાયેલા આપણા સાધુસંતોના ગ્રંથોને આજે પણ સમાજ માન્યતા આપી રહ્યો છે. વર્ષો પૂર્વે ફ્રાંસ દેશના વાલેસમાં જન્મેલા જીલ નામક વ્યક્તિ પણ ભારતીય સંસ્કૃતિથી પ્રેરાઇને પોતાનું સર્વસ્વ છોડીને ભારત આવવા નીકળ્યા હતા અને આખરે ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં નર્મદા નદીના કિનારે શ્રી માતા નિલયમ્ આશ્રમની સ્થાપના કરી હતી.
ભારતીય નાગરિકત્વ માટેના પત્રવ્યવહારના કારણે આખરે 2002માં તેમને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું હતું આ ફ્રાંસના વતની જીલ હાલના જયરામદાસ મહારાજ તરીકે ઓળખાય છે. આ જયરામદાસ મહારાજ પહેલી વખત 1974માં ભારત આવ્યા હતા. ભારત આવી કાશી અને હરિદ્વારમાં વિવિધ સાધુસંતોના સંપર્કમાં આવ્યા બાદ આખરે ઋષિકેશમાં તેમને એક સંત એટલે કે ધ્યાનયોગી મધુસૂદનદાસજીનો સંપર્ક થાય હતો. અને તેમને ગુરૂ માન્યા હતા. ગુરુના આદેશ અનુસાર ઉત્તર ગુજરાતના રાધનપુર ખાતેના તેમના આશ્રમ ખાતે સેવા અને સાધના માટે આવીને રહ્યા હતા. 1990માં ભારત પરત આવ્યા હતા અને 1998માં ભરૂચ પાસે નિકોરામાં નર્મદા નદીના કિનારે આશ્રમ માટેની જમીન લઇને ત્યાં સાધુની જિંદગીની શરૂઆત કરી હતી.
ફ્રાંસમાં જન્મેલા જીલ જયરામદાસ મહારાજ બન્યા તે અગાઉ ફ્રાંસમાં ઓરકેસ્ટ્રામાં ગિટાર પ્લેયર તરીકે કામ કરતા આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...