જીપ્સી નીચે કચડાયેલા ૪ વર્ષના બાળકનો લોહીલુહાણ મૃતદેહ જોતા ટોળુ વિફર્યુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલાક સુધી ટોળાએ તોફાન મચાવ્યું લોહીલુહાણ મૃતદેહ જોતાં વિફરેલા ટોળાનો પોલીસ અને લાશ્કરો પર પથ્થરમારો પ૦૦થી વધુ લોકોના ટોળાએ રોડ અને ઘરની લાઇટો બંધ કરી પથ્થરમારો કર્યો જીપના ચાલકે ૨પથી વધુ લોકોના ટોળા સામે વળતી મારમાર્યાની ફરિયાદ નોંધાવી કાશીવિશ્વનાથ મંદિર પાસેના એસ.આર.પી.ગૃપ-૧ના કેમ્પસમાં આજે રાત્રે જીપના ચાલકે પાંચ વર્ષના માસુમ બાળકને ટાયરની નીચે કચડી નાંખતાં ઉશ્કેરાયેલા પ૦૦થી વધુ લોકોના ટોળાએ જીપમાં તોડફોડ કર્યા બાદ જીપમાં આગ ચાંપી હતી લાઇટો બંધ કરી પથ્થરમારો કર્યો હતો. બીજી તરફ બનાવના ૨૦ થી ૨પ મિનિટ બાદ પોલીસ સ્થળ પર પહોંચતાં લોકો વધુ ઉશ્કેરાયા હતાં અને ટોળાએ પોલીસને તેમજ ફાયર બ્રિગેડને નિશાન બનાવી ભારે પણ પથ્થરમારો શરૂ કરતાં દહેશતનો માહોલ પ્રસરી ગયો હતો. બનાવની વિગત એવી છે કે, એસ.આર.પી. ગૃપ-૧માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અરવીંદભાઇ જોષીયારાનો પાંચ વર્ષનો માસુમ પુત્ર પ્રિન્સ ઉર્ફે છોટુ કે, જે સિલ્વર ઓક સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરતો હતો. આજે રાત્રે ૮.૩૦ વાગ્યે તે કેમ્પસમાં રમી રહ્યો હતો અને રમતા રમતા તે રોડ ક્રોસ કરવા જતાં આ સમયે અચાનક જ એક જીપ પુર ઝડપે ધસી આવી હતી.

કેવી રીતે ઘર આંગણે રમવા નીકળેલો 5 વર્ષનો પ્રિન્સ કચડાયો અને ઉશ્કેરાયેલા ટોળાએ હાહાકાર મચાવ્યો... વાંચવા તસવીરો બદલો....