વિશ્વના 18 દેશોની સફર કરેલા યુગલની રસપ્રદ રોડટ્રીપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ ટુરના પોતાના સપનાના સાકાર કરવા માટે ફિનલેન્ડનું આ કપલ નીકળ્યું છે. બાઈક પર જરૂરી સામાન લાદીને તેમણે ૧૮ દેશની સફર કરી. આ સફર ક્યાં અટકશે તેની તેમને ખબર નથી, પરંતું સફર દરમિયાન તેઓ ઘણું બધુ શીખ્યા

તૂફાની કરવાની ખેવનામાં દિનપ્રતિદિન લોકોમાં વધી રહી છે. જેને કારણે દરેક કોઈ સાહસભર્યું કામ કરવા માગે છે. વિવિધ દેશોની સફર કરવાની ડ્રિમ સાથે ફીનલેન્ડથી નીકળેલું કપલ હવે ઈન્ડિયા પહોંચ્યું છે. જેમાં તેમના સફર દરમિયાન તેઓ વડોદરા આવ્યા છે. ફીનલેન્ડ રમી સેયદ અને તેમની પત્ની મિન્ના કલેલા ૧૮ દેશોની ૧૬, ૦૦૦ કિલોમીટરની સફર ખેડીને ઈન્ડિયા પહોંચ્યા છે.

પોતાની આ એડવેન્ચર ટુર વિશે રમી કહે છે કે, 'વી ર્બોન ટુ ટ્રાવેલ. પંદર વર્ષનું મારુ ડ્રિમ આખરે મેં પુરું કર્યું. વી આર પરફેક્ટ મેચ. જે મજા જાતે ડ્રાઈવ કરીને ફરવાની હોય છે તે કોઈ ટ્રેન કે એર ટુરમાં નથી હોતી અમે અમારું બાઈક લઈને નીકળ્યા છીએ. જેમાં અમે રશિયા, બોસ્નીયા, હંગેરી, મેસોડોનિયા, અલબાના, ગ્રીસ, ટકીર્, ઈરાન, પાકિસ્તાન થઈને હવે ઈન્ડિયા આવ્યા છીએ.’

રમી અને મિન્ના પોતાનું ૨૦૦થી પણ વધુ કિલો વજનનું ૬૬૦સીસીનું યામાહા ટેનીરી બાઈક લઈને નીકળ્યા છીએ. સામાન્ય બાઈક કરતા મોટા કદનુ્ં આ બાઈક તેઓ જ્યાં જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંતું ટ્રાફિકમાં હેવી વજનના આ બાઈકને પસાર કરવું ડિફીકલ્ટ બની રહે છે. ટુરિંગ એક્સેપિરિયન્સ વિશે મિન્ના કહે છે કે, 'અમને ઈન્ડિયાના રસ્તાઓ પરથી પસાર થવામાં પ્રોબ્લમ થાય છે. લોકો અમને એવી રીતે જુએ છે, જાણે અમે એલિયન્સ ન હોય અમને આ ટુર દરમિયાન ક્યાંય કોઈ પ્રોબ્લમ ન થયા. ઈરાન, પાકિસ્તાન જેવા દેશોમાં પણ અમને કયાંય પ્રોબ્લમ ઉદ્ભવી નહિ‌. જ્યારે ઈન્ડિયા અમને રંગબેરંગી દેશ લાગ્યું. અમે રાજસ્થાનમાં ઊંટ મેળા જોયા. હવે તાજમહલ જોવો છે. પરંતું અહીંના બસ ડ્રાઈવર બહુ જ ખરાબ રીતે બસ ચલાવે છે. અને વાહનો પણ પાસેપાસે હોવાથી થોડો ડર લાગે છે. ઈન્ડિયન ફૂડ પણ બહુ જ ટેસ્ટી છે.’

સેફ્ટી અંગે રમી કહે છે કે, 'અમે બ્રિટીશ એમ્બેસીની વેબસાઈટ રેગ્યુલર જોતા રહીએ છીએ. સાથે જ લેપટોપ દ્વારા જ્યાં જવાના હોઈએ ત્યાંની માહિ‌તીઓ અને સમાચારોથી વાકેફ રહીએ છીએ, જેથી ક્યાંય અટકીએ નહિ‌. સેફટીના હિ‌સાબે રાત્રે મુસાફરી કરવાનું ટાળીએ છીએ.’

હવે ક્યાં જવાનું છે આ કપલ જાણવા ફોટો બદલો.