અખાદ્ય ફૂડ વેચનારા સાવધાન, વડોદરામાં 138 મિઠાઈ-ફરસાણની દુકાનોમાં દરોડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: મિઠાઈની દુકાન અને મિઠાઈના નમુના લઈ રહેલા અધિકારીઓ નજરે પડે છે)
-મીઠાઇના 138 નમૂનાનું સ્થળ પર ટેસ્ટિંગ કરાયું
-ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવાનો પ્રયાસ

વડોદરા: દિવાળી પર્વમાં મીઠાઇ-ફરસાણ સહિત જુદીજુદી ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવા માટે અઠવાડિયાથી સેવાસદનની ફુડ શાખા દ્વારા રોજેરોજ આકસ્મિક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે ગાંધીનગરથી આવેલી ટેસ્ટીંગ વાન દ્વારા શહેરના ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં આવેલી 13 જેટલી દુકાનોમાંથી જુદીજુદી ચીજવસ્તુઓના 138 નમૂનાનું સ્થળ પર ટેસ્ટીંગ કરાયું હતું. જો કે, તમામ નમૂના પાસ થયા હતા.
વડોદરા મ્યુ.કમિશનર મનિષ ભારદ્વાજની સીધી સૂચનાથી અધિક આરોગ્ય અધિકારી ડૉ.મુકેશ વૈદ્ય અને તેમની ટીમ દ્વારા સોમવારે ગાંધીનગરથી આવેલી ટેસ્ટીંગ વાન દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં મીઠાઇઅને ખાદ્યસામગ્રી વેચતી દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરાયું હતું. દરમિયાન દુકાનોમાંથી નમૂના લઇ તત્કાળ સ્થળ પર ટેસ્ટીંગ વાનમાં તેનું ટેસ્ટીંગ કરાયું હતું. ડૉ.મુકેશ વૈદ્યે જણાવ્યું હતું કે, જુદાજુદા વિસ્તારોની 13 જેટલી મીઠાઇ-ફરસાણની દુકાનોમાંથી 138 નમૂના લેવાયા હતા.
વડોદરામાં 138 મિઠાઈ-ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા, તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.