વડોદરા: વિશ્વામિત્રી અને ઢાઢર નદી ગાંડીતુર, શહેર પર પૂરનું સંકટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: મહિલા પાણીમાંથી પસાર થઇ રહી છે)
- વિઘ્નહર્તાની વિદાય સાથે જ શહેરમાં વરસાદનું વિઘ્ન વડોદરામાં પૂર
- શહેરીજનો લાચાર : સરકાર પર મૂકેલો ભરોસો તૂટયો : લોકો લાચાર બન્યાં
- ૨૦૦પની અતિગંભીર પૂર સ્થિતિ બાદ તંત્ર બોધપાઠ લેતું નથી : ૧,પ૦૦ કરોડના ખર્ચ બાદ પણ સ્થિતિ જૈસે થૈ
- MBBS અને MDની પરીક્ષા પાછી ઠેલાઇ
- વિશ્વામિત્રીએ ૩૦ ફીટની સપાટી વટાવી
- રાહત-બચાવ કામગીરી માટે એસઆરપી-એનડીઆરએફની મદદ લેવાઈ
- ડેમમાંથી સતત પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની સપાટી ૨૨.૧૧ ફીટ
- ૨૦૦૦ પરિવારોનાં ૧.૬પ લાખ લોકોને પાણી વચ્ચે અંધારા ઉલેચવાનો વારો
-
૧,૦૦૦થી વધુ સોસાયટી પાણીમાં ગરક
- મોડી રાત્રે પૂરની અસર : કેન્દ્રીય વિદ્યાલયમાં પાણી પ્રવેશતાં ૨૪પ EVM ખસેડાયાં
- SSGHના ૪૪ દર્દીઓને અન્ય ર્વોડમાં ખસેડાયા
- બે દિવસમાં ૯.પ ઇંચ વરસાદ ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખુલ્લા
- ફાયર બ્રિગેડ ઉપરાંત પોલીસના ૧૦-૧૦ તરવૈયાઓ પણ તૈનાત
- સિધ્ધાર્થ બંગ્લોઝમાંમોડી રાતે રેસક્યુ ઓપરેશન : પ૪નો બચાવ : મેટ્રો હોસ્પિટલમાં નીચેનો ર્વોડ ખાલી કરાયો
- નટરાજ ટાઉનશીપમાંથી ૩૯ વ્યક્તિઓને બચાવાઇ : સયાજીગંજમાં બોટની મદદથી બચાવ કામગીરી
- પૂર વચ્ચે શહેરીજનો ભગવાન ભરોસે
- બેદરકારી ; આજવામાંથી પાણી છોડાયા બાદ શું સ્થિતિ સર્જા‍શે તેનું આયોજન ભૂલાયું
વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં જ ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલી નંખાતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે બપોરે ભયજનક સપાટી વટાવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જા‍તાં પ,૩૦૦થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું.

શહેરના પૂર્વ વિસ્તારની ૧,૦૦૦થી વધુ સોસાયટીઓમાં વરસાદના કારણે બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં ૩ લાખથી વધુ લોકોની હાલત કફોડી બની હતી. સોમવારે રાતથી જ સોસાયટીઓમાં પાણી ઘૂસવા માંડયા હતા, જેથી લોકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. આ ઉપરાંત મોડી રાત્રે વિશ્વામિત્રીની સપાટી ૩3 ફીટને વટાવી છે. શહેરના વિવિધ વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાઇ ગયા છે. અલબત્ત, મંગળવારે બપોરે વરસાદે વિરામ લેતાં આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે.
જેના કારણે રાહત બચાવ કામગીરીમાં રાહત થઇ હતી. ગણેશ વિસર્જનની પૂર્વ રાત્રે જ શરૂ થયેલો ધોધમાર વરસાદ બીજા દિવસે પણ અવિરત ચાલુ રહ્યો હતો. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની સોસાયટીઓમાં તો ૩-૩ ફીટ જેટલાં પાણી ભરાયાં હતાં.બીજી બાજુ પૂરના પાણી ફરી વળતાં વડોદરા-હાલોલ ટોલ રોડ ઉપરાંત જિલ્લાના ૮ સ્ટેટ હાઇવે કટ ઓફ થઇ જતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. તેમજ કડાણા ડેમમાંથી ૨ લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી ૭પ,૦૦૦ ક્યુસેક પાણી છોડાતાં મહિ‌ નદી બંને કાંઠે વહી રહી છે, જ્યારે નર્મદા ડેમ પણ ૨.૯૪ મીટરે ઓવરફ્લો થતાં ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી ૨૨.૪પ ફીટે પહોંચી છે.

વળી, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર ૨૧૨ ફીટની ભયજનક સપાટી વટાવતાં ૬૨ દરવાજા ખોલી નંખાયા હતા. સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતાં મંગળવારે આજવાની સપાટી ૨૧૪.૩પ ફીટે પહોંચી હતી. આજવામાંથી પાણી છોડાતાં અને પ્રતાપપુરા સરોવરની સપાટી વધીને ૨૩૧ ફીટ થતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે રાત્રે ૯ કલાકે ભયજનક સપાટી વટાવી ૨૯.૯ ફીટે પહોંચતાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતાં.

પ્રથમ વખત આજવા સરોવરની સપાટી ૨૧પ ફીટ પર પહોંચી
વડોદરા. શહેર અને જિલ્લામાં અવિરત વરસાદને પડવાને કારણે આજવા સરોવરની સપાટીમાં પણવધારો નોંધાયો હતો. સીટી એન્જિનીયર પી.એમ. પટેલના જણાવ્યા અનુસાર, ૧૨૩ વર્ષ જૂના આજવા સરોવરમાં સૌપ્રથમ વખત પાણીની સપાટી ૨૧પ ફીટને આંબી ગઈ હતી. બે દિવસથી પડેલા વરસાદને પગલે આજવા સરોવરની સપાટી વર્ષ ૧૯૭૬ બાદ પ્રથમ વખત ૨૧પ.૧૦ ફીટ પર પહોંચી ગઈ હતી. અગાઉ વર્ષ ૧૯૭૬માં સપાટી ૨૧૪.પ૨ ફીટ પર પહોંચી હતી.

મારા ઘરમાં બે ફૂટ પાણી હતું
આખી સોસાયટીના ૧૦૦ મકાનોમાં વહેલી સવારથી જ બે થી ત્રણ ફૂટ પાણી આવી ગયા હતા જેથી અમારી હાલત કફોડી બની છે. અગત્યનો સામાન ખસેડવો પડયો હતો. જો કે બપોર પછી વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હતા પણ મોટા ભાગના મકાનોમાં હજુ પાણી છે.
રોહિ‌ત લકુમ, કૃષ્ણકૂંજ સોસા-૧, ન્યૂ વીઆઇપી રોડ

- આજે શહેરની તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરાઇ
-
શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં તકેદારી માટે કલેકટરનો આદેશ
-
વિશ્વામિત્રીમાં પાણીનું સ્તર વધતાં જ બપોરની શાળામાં રજા જાહેર કરી હતી

વડોદરા : શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મંગળવારે શહેર-જિલ્લાની પ્રિ-પ્રાયમરી થી લઇને હાયર સેકન્ડરી સુધીની ૬૮૯ જેટલી શાળા તથા એમ.એસ.યુનિવર્સિ‌ટીમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઇ ગયું હતું. એમાંય બપોર બાદ વિશ્વામિત્રીની સપાટી ભયજનક રીતે વધતાં અને શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં જ મોડી સાંજે જિલ્લા કલેકટરે આજે બુધવારે શહેર-જિલ્લાની તમામ પ્રિ-પ્રાયમરી થી લઇને હાયર સેકન્ડરી તેમજ એમ.એસ.યુનિવર્સિ‌ટી-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોની સોસાયટી અને માર્ગ પર ભરાયેલા પાણીના લીધે વાલીઓએ પોતાના સંતાનોને શાળાઓ મોકલવાનું ટાળ્યું હતું. તો જે શાળાઓમાં કે તેની આસપાસના માર્ગ પર પાણી ભરાયા નહોતા અને ખુલ્લી રહી હતી ત્યાં વરસાદને લીધે બાળકોની ઓછી હાજરી જોવા મળી હતી. ઓછી હાજરીના પગલે એક-બે પીરીયડ ભણાવીને વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો-આચાર્યે છોડી મૂક્યા હતા. તો બીજીબાજુ શહેર જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા શહેરમાં વરસાદી પાણીના લીધે પૂરની સર્જા‍યેલી સ્થિતિ અને સતત વરસાદને કારણે બપોરની શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી.
દરમિયાનમાં મોડી સાંજે જિલ્લા કલેકર અવંતિકાસિંઘે ફલડના સંદર્ભમાં બોલાવેલી ઇમરજન્સી બેઠકમાં શહેરના વિસ્તારોમાં ભરાયેલા પાણી તેમજ વિશ્વામિત્રી નદીમાં સર્જા‍યેલી પૂરની સ્થિતિને જોતાં જ શહેર-જિલ્લાની પ્રિ-પ્રાયમરી થી લઇને હાયર સેકન્ડરી સ્કૂલની કુલ ૬૮૯ શાળાઓ તેમજ એમ.એસ.યુનિવસર્ટિી-કોલેજોમાં રજા જાહેર કરી દેતો આદેશ આપ્યો હતો.

સ્થિતિ જોયા બાદ ગુરુવારનો નિર્ણય લેવાશે
સતત વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં સતત વધી રહેલા પાણીના સ્તરને લીધે સર્જા‍યેલી પૂરની સ્થિતિને જોતાં જ શહેર-જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે પરિસ્થિતિની ચકાસણી કર્યા બાદ ૧૧મીએ શાળા-કોલેજો બંધ રાખવા અંગેનો આગળનો નિર્ણય લેવાશે.
- અવંતિકાસિંઘ, જિલ્લા કલેકટર
છોટાઉદેપુર જીલ્લાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું સાવલી-વડોદરા હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી હતા વાહન વ્યવહાર ઠપ્પ, વાંચવા માટે ફોટો બદલો.
તસવીરો: પ્રણય શાહ, વિપુલ માને, નિશાંત દવે, વડોદરા