વડોદરા: સ્કિઝોફ્રેનિયા અવેરનેસ વિશેનો ફ્લેશ મોબ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ફ્લેશ મોબનો પ્રોગ્રામ)
વડોદરા: શહેરના સેન્ટર સ્કવેર મોલ ખાતે સ્કિઝોફ્રેનિયાઅવેરનેસ માટેના ફ્લેશમોબનું આયોજન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાઇકોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકોલોજીના સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફ્લેશમોબમાં ફેકલ્ટીના 30થી વધુ સ્ટુડન્ટ્સ જોડાયા હતા. આ પ્રસંગે એક શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશે સ્ટુડન્ટ સોફિયા આયુષીએ જણાવ્યું હતું કે, સ્ક્રિઝોફ્રેનિયા મેન્ટલ ડિસઓર્ડર છે. અમે તેના દર્દીઓ સાથે કેવી રીતે રહેવાય તેમને કેવા પ્રકારની હૂંફની જરૂર હોય છે. તે વિશે લોકોને સમજાવ્યું હતું. કારણ કે આ ડિસઓર્ડર વિશે લોકોમાં અને સમાજમાં ઘણી બધી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે.
વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.