ધો.૧૨ કમ્પ્યૂટરના પેપરમાં પાંચ માર્ક્સના પ્રશ્નોની ભૂલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છબરડો: એક તો ૮ માકર્સના ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછાયા ઉપરાંત
- પેપર આપનારા વિદ્યાર્થીઓ જ નહિ‌ વિષય- શિક્ષકોએ પણ ફરિયાદો કરી
- પ્રિન્ટિંગની ભૂલના લીધે વિદ્યાર્થીઓને સાચા જવાબો આવડવા છતાં લખી ન શક્યા


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં આજે ધો.૧૨માં કમ્પ્યૂટર પરિચય વિષયના પ્રશ્નપત્રમાં પેપર સેટરે ૮ માર્ક્સના ટ્વિસ્ટેડ પ્રશ્નોની સાથે પ માર્ક્સના પ્રશ્નોમાં પ્રિન્ટિંગની ભૂલથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં મૂંઝાઇ ગયાં હતાં.

બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં આજે ધો.૧૨માં કમ્પ્યૂટર પરિચય વિષયનું પ્રશ્નપત્ર હતું. કમ્પ્યૂટર પરિચય વિષયના પ્રશ્નપત્રમાં પેપર સેટરે ૮ માર્ક્સના ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછતાં જ વિદ્યાર્થીઓ મૂંઝાઇ ગયાં હતાં. એમાંય પાંચ માર્ક્સના પ્રશ્નોમાં બોર્ડની પ્રિન્ટિંગ ભૂલના લીધે વિદ્યાર્થીઓ પ્રશ્નોના સાચા જવાબો લખવા માટે મૂંઝાઇ ગયાં હોવાની ખુદ વિદ્યાર્થી અને વિષય- શિક્ષકોએ ફરિયાદો કરી છે. કુલ ૮ માર્ક્સના પ્રશ્નોને બાદ કરતાં એકંદરે પ્રશ્નપત્ર સરળ રહેતાં વિદ્યાર્થીઓએ રાહત
અનુભવી હતી.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સરળ રહ્યું

વડોદરા.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડ પરીક્ષામાં ગઇકાલે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયના પ્રશ્નપત્રના ૧૦ માર્ક્સના અઘરા પ્રશ્નોએ વિદ્યાર્થીઓને મૂંઝાવ્યા બાદ આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓની ધારણાં કરતાં એકદમ સરળ નીકળતાં જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઘણી રાહત અનુભવી હતી.

બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ચોથા સેમેસ્ટરની લેવાતી પરીક્ષામાં ગઇકાલે ગણિત વિષયના પ્રથમ પ્રશ્નપત્રમાં જ પેપર સેટરે પાર્ટ-એમાં ૧૦ માર્ક્સના અઘરા અને લાંબી ગણતરીવાળા પ્રશ્નો પૂછતાં જ મોટાભાગના વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર છૂટી ગયું હોવાની ખુદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફરિયાદો કરી હતી. ગણિત વિષયના આઘાતમાંથી બહાર નીકળ્યાં બાદ આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર એકદમ વિદ્યાર્થીઓની ધારણાં કરતાં પણ પેપર સેટરે એકદમ સરળ નીકળ્યું હતું.

પ માર્ક્સની પ્રિન્ટિંગ ભૂલે સમય બગાડયો

પાંચ માર્ક્સના પ્રશ્નોની પ્રિન્ટિંગની ભૂલના લીધે પ્રશ્નપત્રમાં જવાબો લખવામાં થોડો સમય બગડયો હતો. કમ્પ્યૂટરમાં સંજ્ઞાનું મહત્ત્વ હોવાને લીધે પ્રિન્ટિંગની ભૂલના લીધે પ્રશ્નનો અર્થ જ બદલાઇ જાય છે. પ્રિન્ટિંગની ભૂલ સામે વિદ્યાર્થીઓને માર્ક્સ મળવા જોઇએ. જુનેદ મલેક, વિદ્યાર્થી, સયાજી વિદ્યાલય.

૬ થી ૮ માર્ક્સના પ્રશ્નો અઘરા લાગ્યા

પ્રશ્નપત્રમાં ૬ થી ૮ માર્ક્સના પ્રશ્નો થોડા અઘરા લાગ્યા છે. આ પ્રશ્નોને બાદ કરતાં પ્રશ્નપત્ર પાઠય પુસ્તક આધારિત અને સરળ હતું. - કાજલ રાઠોડ, વિદ્યાર્થી, સરદાર વલ્લભભાઇ વિદ્યાલય.