તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા ગામના પૂર્વ સરપંચ પર ફાયરિંગ : પ્રેમ પ્રકરણની શંકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાઘોડિયાના મોટા ભરડા ગામે બુકાનીધારી શખ્સોનો હુમલો
- ફાયરિંગ બાદ ચાકુથી હુમલો કરાતાં ગંભીર ઇજા


વાઘોડિયા ખાતે રહેતા અને વ્યારા ગ્રામ પંચાયતના પૂર્વ માજી સરપંચ પર પ્રેમ પ્રકરણને પગલે ચાર બુકાનીધારી શખ્સોએ તમંચાથી ફાયરિંગ કરી ચાકુથી હુમલો કર્યો હતો. ફાયરિંગને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઈજાગ્રસ્તને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં તુરંત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાઘોડિયાના મોટા ભરડા ગામે રહેતા કાંતિભાઈ વિઠ્ઠલભાઈ વસાવા વ્યારા ગ્રામ પંચાયતમાં પૂર્વ માજી સરપંચ હતા અને હાલ ખેતી કામ કરે છે. શુક્રવારે રાત્રે ૨ વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે સૂઈ રહ્યા હતા ત્યારે ઘરનો દરવાજો ખટખટાવી કોઈએ તેમને બહાર આવવા જણાવ્યુ.ં તેઓ જ્યારે ઘરની બહાર નીકળ્યા ત્યારે બુકાની પહેરેલી હોઈ તેમણે પૂછયું કે કોણ છો ત્યારે કોઈ અન્ય વાત કર્યા વગર ત્યાં પાર્ક કરેલા ટેમ્પો પાછળ સંતાયેલા અન્ય લોકો મળી કુલ ૪ જણાએ તેમના પર હુમલો કરી દીધો હતો. એક શખ્સે ચાકુ કાઢી હુમલો કરતાં કાંતિભાઈએ ચાકુ પકડી લીધ્ેું હતું જેને કારણે તેમને ડાબા હાથની ટચલી આંગળી પર ચાકુનો ઘા વાગ્યો હતો.

ત્યાર બાદ તેમની વચ્ચેની ઝપાઝપી દરમ્યાન કાંતિભાઈએ બુમરાણ મચાવતાં આસપાસના લોકો દોડી આવશે તેમ જાણી તમામ શખ્સો ભાગવા લાગ્યા અને ભાગતા ભાગતા તેમણે કાંતિભાઈ પર તમંચાથી ગોળી ચલાવી હતી જે તેમને ડાબા હાથના બાવડા પર વાગી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થતાં તેમને તુરંત સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કાંતિભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસને હુમલા પાછળ મૂળ મહારાષ્ટ્ર અને હાલ મોટા ભરડા ગામની વસાહતમાં રહેતા રાયસિંગ ખાજીયાનો હાથ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનાવને પગલે વધુ તપાસ હાથ ધરતાં રાયસિંગની પત્ની સાથે કાંતિભાઈના પ્રેમ સંબંધ હોવાને કારણે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક ધોરણે સપાટી પર આવ્યું હતું.

કોણ છો તેમ પૂછતાંની સાથે જ હુમલો

બુકાનીધારીઓને કોણ છો તેમ પૂછતાં જ મારા પર ચાકુથી હુમલો કર્યો હતો. મેં ચાકુ પકડી લેતાં હાથની આંગળી પર વાગ્યું અને તેની સાથે ઝપાઝપી થતાં અવાજ થયો અને તેઓ ગોળી મારી બાઈક પર નાસી છૂટયા’ કાંતિભાઈ, હુમલાનો ભોગ બનનાર

દિવાળી નહીં કરવા દઈએ તેવી ધમકી આપી

કાંતિભાઈ પર હુમલા પાછળ પ્રેમપ્રકરણ હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે અગાઉ પણ આ લોકોએ તેમને આ દિવાળી નહીં કરવા દઈએ તેવી ફોન પર ધમકી આપી હોવાનું કાંતિભાઈએ જણાવ્યું હતું. મામલાની ઊંડાણથી તપાસ કર્યા બાદ અન્ય ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે’ એચ.એમ.ડોડિયા, પીએસઆઈ, વાઘોડિયા