વડોદરા: યુવતીને SMS, ફોન કરવાના મામલે ધિંગાણું, 3 રાઉન્ડ ફાયરીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ઘટના સ્થળે તપાસ કરી રહેલી પોલીસ અને ઇનસેટ તસવીરમાં તલવાર સહિતના હથિયારો)
વડોદરા: જિલ્લાના ધનિયાવી ગામે કિશોરીની છેડતી મામલે બે જૂથો વચ્ચે અથડામણ થતાં સ્થિતિ વણસી હતી. જેને પગલે વરણામા પોલીસ અને લોકલ ગ્રામ્ય બ્રાન્ચના પી.આઇ. સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કોમ્બિંગ દરમ્યાન 24 થી વધુ શસ્ત્રો કબજે લીધાં હતાં અને 100થી વધુ માણસો વિરુદ્ધ ગુનો નોંધી 29 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સ્થિતને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ધનિયાવી ગામમાં રહેતા સિરાજ ઉર્ફે ભીમસિંહ ટાટોડ તથા તેનો મિત્ર સમીર ચંદ્રસિંહ મહીડા નામના બે યુવકો દ્વારા ગામમાં રહેતા સુરેન્દ્રસિંહ છત્રસિંહ ટાટોડની ધો. 10માં અભ્યાસ કરતી દીકરીને તેના ચારિત્ર બાબતે એસએમએસ કરતા હોવાની ફરિયાદ તેમની દીકરીએ કરી હતી. આ ફરિયાદને પગલે સુરેન્દ્રસિંહ ટાટોડ અને તેમની કોમના કેટલાક યુવકોએ ભેગા મળી રવવિારે રાત્રે સાડા આઠ કલાકે બંને યુવકોને ગામમાં પરબડી ખાતે બોલાવ્યા હતા અને તેમને મૂઢ માર માર્યો હતો.
જેને લઈને યુવકના પિતા ચંદ્રસિંહ ઉદયસિંહ મહીડા અને તેમના નાના ભાઈ દિલીપસિંહ મહીડા તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા અને સમાધાન લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, એ સમયે સમાધાન થઈ ગયું હતું. જોકે, બીજી તરફ સોમવારે સવારે પુન: અગિયાર કલાકે સુરેન્દ્રસિંહ ટાટોડ સહિત 50થી વધુનું ટોળું ચંદ્રસિંહ ઉદયસિંહ મહીડાના ઘરે પહોંચી ગયું હતું અને તેમના પર મારક શસ્ત્રો વડે હુમલો કર્યો હતો. બીજી તરફ ચંદ્રસિંહ મહીડા તરફથી પણ પ્રતકિાર કરવામાં આવતાં મારક શસ્ત્રો વડે હુમલો કરાયો હતો.
પોલીસે કોમ્બિંગ દરમ્યાન 10થી વધુ તલવારો સહિત 24થી વધુ મારક શસ્ત્રો, એક લોડેડ લાઇસન્સવાળી બંદૂક કબજે લીધી, વાંચવા માટે ફોટો બદલો .
તસવીરો: મેહુલ મેકવાન, વડોદરા