નંદેસરીની કેમિકલ કંપનીની ટેન્કમાં ધડાકા સાથે આગ લાગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નંદેસરીની એક ખાનગી કંપનીમાં આવેલી અડધી કેમિકલ ભરેલી ટેન્કમાં ઓવર હીટિંગને કારણે પ્રેશર વધી જતાં આજે સાંજે છ કલાકે ધડાકા સાથે આગ લાગવાનો બનાવ બન્યો હતો.
નંદેસરીની દીપક પાઇરોટેડ કંપનીમાં બુધવારે સાંજે છ કલાકે ટી બ્રેક હતો ત્યારે અચાનક ટેન્કમાં બે કિ.મી. સુધી અવાજ સંભળાય તેટલો મોટો ધડાકો થયો હતો. નંદેસરી ફાયર સ્ટેશનના ઓફિસર દીપકભાઈ પરમારે જણાવ્યું હતું કે, ટેન્કની અંદર પ૦ ટકા જેટલું ક્રેસોલ કેમિકલ હતું. સાંજે છ કલાકે અચાનક ઓવરહીટિંગને કારણે પ્રેશર થઈ ટેન્કમાં ધડાકો થયો હતો. ધડાકા બાદ પ્લાન્ટમાં આગ લાગી હતી. લાશ્કરોએ દોઢ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગથી પ્લાન્ટને નુકસાન થયું છે. કોઈ જાનહાનિ થઈ નથી.