વડોદરામાં મોડી રાત્રે BMW માં આગ લાગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાધના ટોકીઝ પાસે આજે મોડી રાત્રે આઇસ્ક્રીમની લારી પાસે લક્ઝુરીયસ બી.એમ.ડબલ્યુ કારમાં અન્જિનના ભાગે અચાનક જ આગ લાગતાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.

બનાવની વિગત એવી છે કે,મુજમહુડામાં આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક પંચાલ આજે મોડી રાત્રે તેઓ તેમની બી.એમ.ડબલ્યું (અએક્સ-૧)કાર લઇને આસ્ક્રીમ ખાવા માટે આવ્યા હતા. તેમણે સુલતાનપુરાના નાકા પાસે કાર પાર્ક કરી હતી અને તેઓ આઇસ્ક્રીમ ખાવા માટે ગયા ત્યારે કારના એન્જિનના ભાગે અચાનક જ પહેલા ધુમાડા નિકળ્યાં હતા અને ત્યાર બાદ આગ લાગી હતી.

લશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાંખી હતી.સ્ટેશન ઓફિસર મોડે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એન્જિનના ભાગે શોર્ટ સકિટ થવાના કારણે આગ લાગી હોવાનું જણાયું છે.સ્થળ પર ટોળા એકઠા થઇ જતાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

આગળ જુઓ, બીએમડબલ્યુ કેવી રીતે સળગી અને ભેગા થયેલા ટોળાની તસવીરો...