SSGના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં અચાનક આગ, દર્દીઓ દોડ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંજે ઓપરેશન પૂરા થયા બાદ એસીમાં ર્શોટ સર્કિટ થતાં દુર્ઘટના
ર્વોડનાં ૧૯ દર્દીઓને ગેલેરીમાં ખસેડાયા સદ્નસીબે કોઇ જાનહાનિ ન થતાં હાશકારો

સયાજી હોસ્પિટલમાં બુધવારે સાંજે સાડા પાંચ કલાકે પ્લાસ્ટિક સર્જરી વિભાગના ચોથા માળે એસીમાં ર્શોટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. આગને કારણે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ તુરંત જ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદ્નસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
બનાવની મળતી માહિ‌તી એવી છે કે, સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ઓપરેશનની કામગીરી પૂર્ણ થઈ એ પછી આજે સાડા પાંચ કલાકે એસીમાં ર્શોટ સર્કિટ થતાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે ર્વોડમાં કુલ ત્રણ બાળકો, એક મહિ‌લા અને ૧પ પુરુષો હતાં. બનાવની જાણ એ સમયે ઓટીમાં એક ટ્રેઈની ડોક્ટર હાજર હતા તેમને જાણ થઈ હતી. એ સમયે તેઓ પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા હતા. તેઓ તાત્કાલિક રૂમમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમણે તુરંત જ બનાવની જાણ પોતાના ઉપરી ડોક્ટર અને ફાયરબ્રિગેડને કરી હતી.

બીજી તરફ ફાયરબ્રિગેડના લાશ્કરો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને કારણે કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી દર્દીઓ અને તેમના પરિવારજનોને તાત્કાલિક ફાયરબ્રિગેડ અને હોસ્પિટલ કર્મીઓ દ્વારા ર્વોડની બહાર પેસેજમાં સલામત ખસેડી લેવામાં આવ્યાં હતાં. બીજી તરફ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે, બનાવને પગલે કરોડો રૂપિયાની મશીનરીને નુકસાન થાય એવી સંભાવના હાલ વ્યક્ત થઈ રહી છે.



આગળ વાંચો અડધો કલાકની મથામણ પછી પણ ફેન ચાલુ ન થયા...