મારો ચિંતન ચોક્કસ પરત આવશે : ફિયાન્સી રૂચિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાગ્દત્તાનું હૈયાફાટ રૂદન પરિવારજનોને પણ રડાવી રહ્યું છે

મારા ચિંતનને કશું જ થયું નથી. મને વિશ્વાસ છે કે તે પરત આવશે. તમે પણ વિશ્વાસ રાખો.. આ શબ્દો સાથે છેલ્લા પાંચ દિવસથી ચિંતનની ફિયાન્સી રૂચિ ત્રિવેદી સતત ઘર આંગણે ચિંતન હેમખેમ પરત આવે તેની રાહ જોઇને હૈયાફાટ રૂદન કરી રહી છે. રૂચિનું હૈયાફાટ રૂદન અને તેની માનસિક સ્થિતિ જોઇને રૂચિના પરિવારજનો જ નહીં પણ તેના મિત્રો તથા ખુદ ચિંતનના પરિવારજનો પણ શોકાતુર બન્યા છે.

ચિંતનના મૃત્યુના સમાચાર મળતાં જ ફિયાન્સી રૂચિ ત્રિવેદી માનવા જ તૈયાર નહોતી. તે સતત મોબાઇલ તેનો અવાજ સાંભળવવા આતુર બની હતી. રૂચિ હજુ પણ ચિંતન પરત ફરશે અને તેને કશું જ કઇ થયું નથી તેવાં એક જ રટણ સાથે હૈયાફાટ રૂદન કરી રહી છે. એમાંય ચિંતનના પિતા આજે વહેલી સવારે ચિંતનની ડેડબોડી લઇને પરત ફરતાં અને તેની જાણ રૂચિને કરાતાં જ રૂચિ પણ પોતાની બહેન અને પરિવારજન સાથે ચિંતનના ઘરે પહોંચી ગઇ હતી.

જ્યાં શોકમગ્ન પરિવારજનોને જોઇને રૂચિએ ચિંતન પરત આવશે તેવું રટણ ચાલુ રાખતાં જ પરિવારને આઘાત લાગ્યો હતો. યેનકેન પ્રકારે માહોલને સંભાળીને બંને પરિવારના સભ્યો કોઇપણ પ્રકારે હવે આઘાતમાં સરી પડેલી રૂચિ વહેલી તકે નોર્મલ બને તેવા પ્રયાસોમાં લાગી ગયા છે.

આગળ વાંચોઃ ચિંતનને સ્વિમિંગ અને સ્કૂબા આવડતું હતું છતાં કેમ ડૂબી ગયો, આઘાતમાં સરી પડેલી રૂચિ અને ચિંતન મેડ ફોર ઇચ અધર હતા